Get The App

'વિરાટ કે રોહિત નહીં આ ભારતીય તોડશે મારો 400* અને 501* રનનો રેકોર્ડ', બ્રાયન લારાએ કરી મોટી ભવિષ્યવાણી

લારાએ ઈંગ્લેન્ડ સામે 400* રનની અણનમ ઈનિંગ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો

કાઉન્ટી ક્રિકેટમાં લારાએ અણનમ 501* રન બનાવ્યા હતા

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
'વિરાટ કે રોહિત નહીં આ ભારતીય તોડશે મારો 400* અને 501* રનનો રેકોર્ડ', બ્રાયન લારાએ કરી મોટી ભવિષ્યવાણી 1 - image
Image:Twitter

Brain Lara On Shubman Gill : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાંક રેકોર્ડ એવા છે જેમનું તૂટવું લગભગ અશક્ય છે. જેમાં સચિન તેંડુલકરની 100 ઇન્ટરનેશનલ સદીના રેકોર્ડથી લઈને મુથૈયા મુરલીધરનની 800 ટેસ્ટ વિકેટ, બ્રાયન લારાનો 400 રનનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર અને રોહિત શર્માનો વનડેમાં 264 રનનો સર્વોચ્ચ સ્કોર પર્ણ સામેલ છે. જો કે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાનું માનવું છે કે તેનો આ રેકોર્ડ તૂટી શકે છે. લારાએ તે બેટ્સમેનનું નામ પણ જણાવ્યું છે જે આ રેકોર્ડ તોડી શકે છે.

શુભમન ગિલ મારા બંને રેકોર્ડ તોડી શકે છે - બ્રાયન લારા

બ્રાયન લારાએ જે ખેલાડીનું નામ લીધું છે તે વિરાટ કોહલી કે રોહિત શર્મા નથી. તે ભારતીય ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલ છે. લારાએ કહ્યું હતું કે, 'શુભમન ગિલ મારા બંને રેકોર્ડ તોડી શકે છે. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટને ગિલને વર્તમાન સમયનો સૌથી પ્રતિભાશાળી બેટ્સમેન ગણાવ્યો હતો. તેણે કહ્યું, 'ગિલ આ નવી પેઢીનો સૌથી પ્રતિભાશાળી બેટ્સમેન છે. તે આવનારા વર્ષોમાં ક્રિકેટ પર રાજ કરશે. મને વિશ્વાસ છે કે તે ઘણા મોટા રેકોર્ડ તોડશે.'

ગિલે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી

ગિલના ODI World Cup 2023માં પ્રદર્શન અંગે બ્રાયન લારાએ કહ્યું, 'તેણે વર્લ્ડ કપમાં એકપણ સદી ફટકારી ન હતી, પરંતુ તેની અન્ય ઇનિંગ્સ પર નજર નાખો જે તે પહેલા રમી ચૂક્યો છે. તેણે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. તેણે 2023માં બેવડી સદી ફટકારી હતી. ODI અને IPLમાં ઘણી મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી છે. મને ખાતરી છે કે તે ભવિષ્યમાં ઘણી ICC ટૂર્નામેન્ટ રમશે.'

લારાએ ઈંગ્લેન્ડ સામે 400* રનની અણનમ ઈનિંગ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો

ટેસ્ટ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ બ્રાયન લારાના નામે છે. તેણે વર્ષ 2004માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં 400* રનની અણનમ ઈનિંગ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ સિવાય વર્ષ 1994માં તેણે કાઉન્ટી ક્રિકેટમાં વોરવિકશાયર તરફથી રમતી વખતે ડરહામ સામે અણનમ 501* રન બનાવ્યા હતા.

ODIમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી

શુભમન ગિલે માત્ર 24 વર્ષ ની ઉંમરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણાં મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ગિલ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે. તે ODIમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી છે. ગિલે 18 ટેસ્ટ મેચની 33 ઇનિંગ્સમાં 32.20ની એવરેજથી 966 રન બનાવ્યા છે.

'વિરાટ કે રોહિત નહીં આ ભારતીય તોડશે મારો 400* અને 501* રનનો રેકોર્ડ', બ્રાયન લારાએ કરી મોટી ભવિષ્યવાણી 2 - image


Google NewsGoogle News