VIDEO : ભારત ફાઈનલમાં હારી જતા બાળક ચોધાર આંસૂએ રડી પડ્યો, વીડિયો જોઈને થઈ જશો ભાવુક

ભારતીય ટીમ હારી જવાના કારણે નાનો બાળક દુખી થઈ માંને ગળે લાગીને રોઈ રહ્યો છે

બાળકના માતા સાથે આખો પરિવાર ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળી રહ્યા છે

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
VIDEO : ભારત ફાઈનલમાં હારી જતા બાળક ચોધાર આંસૂએ રડી પડ્યો, વીડિયો જોઈને થઈ જશો ભાવુક 1 - image

Image Social Media


તા. 20 નવેમ્બર 2023, સોમવાર 

IND vs AUS World Cup 2023 Final: વર્લ્ડ કપ 2023માં ફાઈનલ  મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કાલની મેચ તમામ દર્શકોને યાદ રહી જાય તેવી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતના કરોડો ચાહકોને કારમો ઢાટકો પહોંચાડતા ભારતની જ ભૂમિ પર અમદાવાદના સ્ટેડિયમમાં ભારતને 6 વિકેટથી હરાવીને ચાહકોને શાંત કરી દીધા હતા. જોકે, આખી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા ફાઈનલ સિવાય એક પણ મેચ હારી નથી. આવી સ્થિતિમાં ટાઈટલ મેચમાં હારવી એ ટીમના ખેલાડીઓ માટે મોટો ઝટકો છે.

ભારતીય ટીમ હારી જવાના કારણે નાનો બાળક દુખી થઈ માંને ગળે લાગીને રોઈ રહ્યો છે

ભારતીય ટીમ મેચમાં હારી જવાથી ક્રિકેટ ચાહકો ખૂબ દુખી થયા છે. દેશભરમાંથી લોકો ભારતીય ટીમ જીતે તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર દિલને સ્પર્શી જાય તેવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભારતીય ટીમનો ફેન એવો નાનો બાળક ટીમ હારી જવાના કારણે દુખી થઈ માંને ગળે લાગીને રોઈ રહ્યો છે. ભાવુક કરનારો આ વીડિયો જોઈ લોકો અફસોસ કરી રહ્યા છે. 

ટીમ ઈન્ડિયાનો ફેન છે આખો પરિવાર 

વીડિયોમાં બાળકના માતા સાથે આખો પરિવાર ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળી રહ્યા છે. જે જોઈને કહી શકાય કે આખો પરિવાર ટીમ ઈન્ડિયાનો ફેન છે. આ વીડીયો એક્સ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં આ વીડિયોને અત્યાર સુધી લગભગ 4 લાખ લોકો જોઈ ચુક્યા છે. આ સાથે X પ્લેટફોર્મ પર લોકો તેના પર રિએક્શન આપી રહ્યા છે.  


Google NewsGoogle News