IND vs BAN: હાર્દિક પંડ્યાની આ વાતથી નારાજ થયા બોલિંગ કોચ, જાણો સમગ્ર મામલો
Hardik Pandya: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી 3 મેચની T-20 સીરિઝ માટે ભારતીય ટીમ ગ્વાલિયર પહોંચી ગઈ છે. પહેલી મેચ 6 ઓક્ટોબરે રમાશે. જો કે ભારતીય ટીમ 3 ઓક્ટોબરની રાત્રે પ્રેક્ટિસ કરી ખૂબ પરસેવો પાડી રહી છે. T20 સોરોઝ પહેલા ટીમનું આ પહેલું નેટ સેશન હતું. પરંતુ આ દરમિયાન ભારતીય બોલિંગ કોચ મોર્ને મોર્કેલ હાર્દિક પંડ્યાના બોલિંગને લઈને થી નારાજ થઈ ગયા હતા. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.
મોર્ને મોર્કેલ હાર્દિક પંડ્યાથી નાખુશ
એક અહેવાલ અનુસાર, નેટ સેશન પ્રેક્ટીસ દરમિયાન મોર્ને મોર્કેલ હાર્દિક પંડ્યાના રન-અપ પર કામ કરી રહ્યો હતો. ત્યારે મોર્કેલ સેશનમાં હાર્દિકના ટૂંકા રન અપને લઈને નાખુશ દેખાઈ રહ્યો હતો. તેણે આ અંગે પંડ્યા સાથે વાતચીત પણ કરી હતી. હાર્દિકના રન-અપ ઉપરાંત કોચે તેના રિલીઝ પોઈન્ટ પર પણ કામ કર્યું હતું. હાર્દિકની બોલિંગ પર કામ કર્યા પછી, મોર્કેલએ ઝડપી બોલર અર્શદીપ સિંહ, મયંક યાદવ અને યુવા બોલર હર્ષિત રાણાને કોચિંગ આપ્યું હતું. મયંક યાદવને પહેલી વખત ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. IPL 2024 માં, તેણે તેની લાઇન અને ઝડપી ગતિથી બધાને પ્રભાવિત કર્યા હતા.
હાર્દિક પંડ્યા 2 મહિના પછી ભારત માટે રમશે
ભારત માટે હાર્દિક પંડ્યાએ પોતાની છેલ્લી મેચ શ્રીલંકા પ્રવાસ દરમિયાન રમી હતી. T20બાદ તેણે વનડે સીરિઝમાં ભાગ લીધો ન હતો. અંગત કારણોસર તેણે રજાની માંગ કરી હતી. હવે તે 2 મહિના પછી ભારત માટે રમશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ રહેશે.
ભારતીય ટીમ પોતાનું ફોર્મ ચાલુ રાખવા માંગશે
ભારતે બાંગ્લાદેશ વચ્ચેની 2 ટેસ્ટ મેચની સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી ભારતીય ટીમે 2-0થી જીત મેળવી હતી. આ સ્થિતિમાં ભારતીય ટીમ T20 સીરિઝમાં પણ પોતાનું ફોર્મ ચાલુ રાખવા માંગશે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા ઘણાં ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
T-20 સીરિઝ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.