VIDEO | મેદાનમાં જ બબાલ! બોલરને આંખ બતાવી ભારે પડી! બેટરે ગુસ્સામાં ફટકાર્યો છગ્ગો

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
VIDEO | મેદાનમાં જ બબાલ! બોલરને આંખ બતાવી ભારે પડી! બેટરે ગુસ્સામાં ફટકાર્યો છગ્ગો 1 - image

Caribbean Premier League : કેરેબિયન પ્રિમયર લીગ(CPL) 2024ના 10મી મેચમાં સેન્ટ લુસિયા કિંગ્સ ટીમનો સામનો ગુયાના એમેઝોન વૉરિયર્સ સાથે થયો હતો. આ મેચ દરમિયાન વૉરિયર્સેની ટીમે 60 બોલ બાકી રહેતા 6 વિકટથી સરળતાથી જીત મેળવી હતી. મેચમાં પહેલી બેટિંગ કરતા સેન્ટ લૂસીયાની ટીમ 20 ઓવર પણ રમી શકી ન હતી. અને 14.3 ઓવરમાં 100 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી. સામે  વૉરિયર્સેની ટીમ 101 રનના લક્ષ્યનો પીછો કરતા 10 ઓવર બાકી રહેતા પહેલા જ લક્ષ્યને હાંસિલ કરી લીધું હતું.                       

આ મેચ દરમિયાન શિમરોન હેટમાયર 8 અણનમ રન બનાવીને પરત ફર્યો હતો. જયારે ટીમ નબળી સ્થિતિમાં હતી ત્યારે હેટમાયર ક્રિઝ પર હતો. આ સમય દરમિયાન હેટમાયર અને ઝડપી બોલર અલ્ઝારી જોસેફ વચ્ચે વાતાવરણ ગરમાઈ ગયું હતું.

આ સમગ્ર મામલો ગુયાના અમેઝોન વૉરિયર્સની ઇનિંગની 9મી ઓવરમાં જયારે સેન્ટ લુસીયા કિંગ્સ ટીમ તરફથી બોલિંગ કરી રહેલા અલ્ઝારી જોસેફે 5માં બોલ પર શીમરોન હેટમાયરને બોલ ફેંક્યો હતો, પરંતુ આ દરમિયાન ટીમને હારતા જોઈ જોસેફ એટલો ગુસ્સે થઇ ગયો કે તેને ખયાલ જ ના રહયો કે તે શું કરી રહ્યો છે. જોસેફે બોલને હેટમાયાર તરફ ફેંક્યો અને તેની સામે આંખો પણ બતાવી હતી. ત્યાર પછીના બોલ પર હેટમાયારે જોસેફને જવાબ આપતા છગ્ગો ફટકાર્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઇ રહ્યો છે.

VIDEO | મેદાનમાં જ બબાલ! બોલરને આંખ બતાવી ભારે પડી! બેટરે ગુસ્સામાં ફટકાર્યો છગ્ગો 2 - image


Google NewsGoogle News