બોલિવુડ એક્ટ્રેસે મોહમ્મદ શમીને લગ્ન માટે કર્યું પ્રપોઝ, પરંતુ રાખી આ શરત

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
બોલિવુડ એક્ટ્રેસે મોહમ્મદ શમીને લગ્ન માટે કર્યું પ્રપોઝ, પરંતુ રાખી આ શરત 1 - image


                                                     Image Source: Twitter

નવી દિલ્હી, તા. 11 નવેમ્બર 2023 શનિવાર

મોહમ્મદ શમીને ઈન્ડિયન ટીમ મેનેજમેન્ટે આ વર્લ્ડ કપની શરૂઆતી મેચમાં રમવાની તક આપી નહોતી, પરંતુ જ્યારે તેમને રમવાની તક મળી ત્યારે તેમણે ધમાલ મચાવી દીધી. મોહમ્મદ શમીએ આ વર્લ્ડ કપમાં પણ માત્ર 4 જ મેચ રમી છે, પરંતુ બાકી તમામ ભારતીય બોલર કરતા વધુ 16 વિકેટ લીધી છે. મોહમ્મદ શમીની બોલિંગ છેલ્લી અમુક મેચોમાં સૌથી વધુ ખતરનાક દેખાઈ છે, જેના કારણે વિપક્ષી ટીમ ટકી જ રહી નથી.

મોહમ્મદ શમીને બોલીવુડ એક્ટ્રેસે કર્યુ પ્રપોઝ

આ કારણે સમગ્ર દેશમાં મોહમ્મદ શમીની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન બોલીવુડની એક એક્ટ્રેસે તો મોહમ્મદ શમીને પ્રપોઝ પણ કરી દીધુ છે. તેમનુ પ્રપોઝલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અને એક લોકપ્રિય ટીવી સીરિયલની એક્ટ્રેસ પાયલ ઘોષે મોહમ્મદ શમીને લગ્ન માટે પ્રપોઝ કર્યુ છે. પાયલ ઘોષે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા મોહમ્મદ શમીને પ્રપોઝ કરતા એક પોસ્ટ લખી, જેમાં તેમણે કહ્યુ કે 'શમી તમે તમારી અંગ્રેજી સુધારી લો, હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું.'

પાયલ ઘોષે 2 નવેમ્બરે જ પોતાના ટ્વીટર હેન્ડલ પર આ પોસ્ટ કરી હતી, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આ ખૂબ વાયરલ થઈ રહી છે. પાયલ ઘોષના આ પ્રપોઝલ બાદ સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમીના ચાહકો તેમની અસલી પત્ની હસીન જહાંને ટ્રોલ કરી રહ્યા છે, જેમણે સતત મોહમ્મદ શમી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. તાજેતરમાં જ હસીન જહાંએ કહ્યુ હતુ કે તેમને ક્રિકેટમાં કોઈ રસ નથી, તેથી તેમને નથી ખબર કે શમી શું કરી રહ્યા છે અને શું નહીં. પરંતુ તેઓ સારુ રમી રહ્યા છે, ટીમ જીતી રહી છે, અને વધુ પૈસા કમાઈ રહ્યા છે તો આ સૌ માટે સારુ છે, તેના માટે, અમારા માટે અને તમામ માટે.


Google NewsGoogle News