વડોદરાના યુવક માટે આનાથી મોટું...: રડી પડ્યો કૃણાલ પંડ્યા, હાર્દિકના ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ
Image: Facebook
Krunal Pandya Post: હાર્દિક પંડ્યા જે થોડા દિવસ પહેલા ચાહકોની નજર પર ભારે પડી રહ્યો હતો. મુંબઈની કેપ્ટનશિપ સંભાળતા જ હાર્દિકને ટ્રોલિંગનો ભોગ બનવું પડ્યું પરંતુ તેણે ગમે તેમ કરીને આ સમયને પસાર કર્યો. હવે વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ હાર્દિકના ચારે તરફ વખાણ સાંભળવા મળી રહ્યાં છે. દરમિયાન તેના ભાઈ કૃણાલ પંડ્યાએ ટીકાકારોને જડબાતોડ જવાબ આપી દીધો છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જેમાં કેટલીક તસવીર છે. એક વીડિયોમાં કૃણાલ રડતાં નજર આવી રહ્યો છે.
કૃણાલે આપ્યો આકરો જવાબ
કૃણાલે પોતાની પોસ્ટમાં હાર્દિકને લઈને લખ્યું, હાર્દિક અને મને પ્રોફેશનલ ક્રિકેટ રમતાં લગભગ એક દાયકો થઈ ગયો છે. છેલ્લા અમુક દિવસ અમારા સપનાની પટકથાની જેમ રહ્યાં છે. દરેક દેશવાસીની જે મે પણ પોતાની ટીમની વીરતાની સાથે તેને જીવ્યા છે અને હુ પોતાના ભાઈની સાથે આ ઘટનાના કેન્દ્રમાં હોવાના કારણે તેનાથી વધુ ભાવુક થઈ શકતો નથી. છેલ્લા 6 મહિના હાર્દિક માટે સૌથી અઘરાં રહ્યાં છે. તે જે કંઈ પણ સહન કરી રહ્યો હતો, તેના લાયક નહોતો અને એક ભાઈ તરીકે મને તેના માટે ખૂબ ખરાબ લાગ્યું. ટ્રોલિંગથી લઈને લોકો દ્વારા જાત-ભાતની ખરાબ વાતો કહેવા સુધી, આપણે સૌ ભૂલી ગયા કે તે માત્ર એક માણસ છે, જેની પણ ભાવનાઓ હોય છે.
તે ગમે તેમ કરીને આ બધામાંથી હસીને પસાર થઈ ગયો. જોકે મને ખબર છે કે તેના માટે હસવું કેટલું મુશ્કેલ હતું. તે આકરી મહેનત કરતો રહ્યો અને વર્લ્ડ કપ જીતવા માટે તેને જે કરવાનું હતું તેની પર ફોકસ કરતો રહ્યો કેમ કે આ તેનું અંતિમ લક્ષ્ય હતું. તે ભારતના લાંબા સમયથી ચાલી રહેલા સ્વપ્નને સાકાર કરવા માટે પોતાનું મન ભરીને રમ્યો છે. આના કરતાં વધુ તેના માટે કંઈ પણ મહત્વનું નથી. 6 વર્ષની ઉંમરથી અને હવે દેશ માટે રમવું અને વર્લ્ડ કપ જીતવો જ મારું સ્વપ્ન રહ્યું છે.
હું લોકોને યાદ કરાવવા માગુ છું
કૃણાલે લખ્યું, 'હુ લોકોને યાદ અપાવવા માગુ છુ કે હાર્દિકે પોતાના કરિયરમાં આટલા ઓછા સમયમાં જે કર્યું છે, તે અવિશ્વસનીય છે. રાષ્ટ્રીય ટીમ માટે તેના પ્રયત્નોમાં ક્યારેય કોઈ ઉણપ આવી નથી. દર વખતે હાર્દિકના જીવનના દરેક તબક્કામાં, લોકોએ તેને ઓછો આંક્યો છે અને તેણે તેને વધુ મજબૂતીથી વાપસી કરવા માટે પ્રેરિત કર્યો. હાર્દિક માટે હંમેશા દેશ પહેલા સ્થાને રહ્યો છે અને હંમેશા આવું જ રહેશે. વડોદરાથી આવતાં એક યુવાન માટે પોતાની ટીમને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવાથી મોટી સિદ્ધિ કોઈ અન્ય હોઈ શકે નહીં. હાર્દિક મને તારી પર ખૂબ ગર્વ છે. હું તને ખૂબ પ્રેમ કરું છું અને તુ દરેક ખુશી અને દરેક સારી વસ્તુ માટે હકદાર છો જે તારા માર્ગમાં આવી રહી છે'.
હાર્દિક પંડ્યાની પોસ્ટ
હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફેમિલી ફોટો શેર કર્યો છે. તેણે પોતાના પુત્રની સાથે વર્લ્ડ કપ વિક્ટ્રીની ઉજવણી કરી. ભાભી પંખુડી શર્માએ પણ ફોટો શેર કર્યો છે પરંતુ આ દરમિયાન હાર્દિકની પત્ની નતાશા નજર આવી રહી નથી. જે બાદ ચાહકો સવાલ કરી રહ્યાં છે.