દિલ્હી કેપિટલ્સ માટે માઠા સમાચાર, IPL પહેલા ઈજાગ્રસ્ત થયો ઘાતક બોલર

જ્યે રિચાર્ડસને અત્યાર સુધી 3 IPL મેચદ રમી છે

તેણે વર્ષ 2021માં પંજાબ કિંગ્સ તરફથી IPL ડેબ્યુ કર્યો હતો

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
દિલ્હી કેપિટલ્સ માટે માઠા સમાચાર, IPL પહેલા ઈજાગ્રસ્ત થયો ઘાતક બોલર 1 - image
Image:Social Media

Jhye Richardson injured : IPL 2024 પહેલા દિલ્હી કેપિટલ્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ઓટ્રેલિયાનો ફાસ્ટ બોલર જ્યે રિચાર્ડસન ઈજાગ્રસ્ત થયો છે. બિગ બેશ લીગની એક મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝમાં તેની ભાગીદારી પર શંકાઓ પ્રવર્તી રહી છે.

બિગ બેશ લીગની એક મેચ દરમિયાન થયો ઈજાગ્રસ્ત

જ્યે રિચાર્ડસનને ગાબામાં બ્રિસ્બેન હીટ સામે રમતા સમયે ઈજા થઇ હતી. ગઈકાલે તપાસ બાદ તેને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિગ બેશ લીગની આ સિઝનમાં તેણે 6 વિકેટ લીધી અને 9.18ના ઈકોનોમી રેટ સાથે રન આપ્યા હતા. રિચાર્ડસનના ખરાબ પ્રદર્શન છતાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

દિલ્હી કેપિટલ્સે 5 કરોડમાં ખરીદ્યો હતો

IPL 2024 માટે 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં યોજાયેલા મિની ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે રિચાર્ડસનને 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે પ્રશ્ન એ છે કે શું તે IPL 2024 શરુ થાય તે પહેલા ફિટ થઇ શકશે કે કેમ. રિચાર્ડસને અત્યાર સુધી IPLની 3 મેચ રમી છે જેમાં તેણે 3 વિકેટ ઝડપી હતી. તેણે IPLમાં વર્ષ 2021માં પંજાબ કિંગ્સ માટે ડેબ્યુ કર્યો હતો. જણાવી દઈએ કે રિચાર્ડસન ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચુક્યો છે. તેણે 3 ટેસ્ટ મેચમાં 11 વિકેટ ઝડપી છે. જયારે 15 ODIમાં 27 અને 18 T20I મેચમાં 19 વિકેટ ઝડપી છે.

દિલ્હી કેપિટલ્સ માટે માઠા સમાચાર, IPL પહેલા ઈજાગ્રસ્ત થયો ઘાતક બોલર 2 - image


Google NewsGoogle News