Get The App

ICC Rankings: ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહને મોટું નુકસાન, રબાડાની નજર લાગી!

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
ICC Rankings: ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહને મોટું નુકસાન, રબાડાની નજર લાગી! 1 - image

Jasprit Bumrah Lost His Position In ICC Test Rankings : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહને તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટું નુકસાન થયું છે. તેની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના બોલર કાગીસો રબાડા ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં પહેલા સ્થાને પહોંચી ગયો છે. હકીકતમાં તેને બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટમાં નવ વિકેટ લેવાનો ફાયદો થયો છે. 

તેણે ટેસ્ટમાં 300 વિકેટનો આંકડો સ્પર્શ કર્યો હતો. હવે તેને તેનું ઈનામ મળ્યું છે. આ સિવાય ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલને બેટરોની રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ફરી ટોપ થ્રીમાં આવી ગયો છે. તે એક સ્થાનના ફાયદા સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

બુમરાહ ઉપરાંત અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં નુકસાન થયું છે. તે હવે ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય જાડેજા આઠમા સ્થાને પહોંચ્યો હતો. પાકિસ્તાનનો નોમાન અલી આઠ સ્થાનના ફાયદા સાથે ટોપ-10માં સ્થાન મેળવવામાં સફળ થયો છે. તે નવમા સ્થાને પહોંચી ગયો.

વિસ્ફોટક વિકેટકીપર અને બેટર રિષભ પંત અને વિરાટ કોહલીની બેટિંગ રેન્કિંગમાં ઘટાડો થયો છે. પંત પાંચ સ્થાન નીચે 11મા સ્થાને આવી ગયો છે. જ્યારે કોહલી છ સ્થાન નીચે 14મા સ્થાને આવી ગયો છે.

ભારતના રવિન્દ્ર જાડેજા (નંબર વન) અને અશ્વિન (નંબર બે) ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચ પર સ્થાન જાળવી રાખ્યું છે. બાંગ્લાદેશનો સ્ટાર મેહદી હસન બે સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.  

ICC Rankings: ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહને મોટું નુકસાન, રબાડાની નજર લાગી! 2 - image


Google NewsGoogle News