ભારત અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે ફરી થઈ બબાલ, એશિયા કપ ફાઇનલમાં થયો ઝઘડો
India vs Bangladesh : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર 19 એશિયા કપની ફાઈનલ રમાઈ રહી છે. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી છે. પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે, જ્યારે પણ બંને ટીમો વચ્ચે ટક્કર થઈ છે, ત્યારે ખેલાડીઓ વચ્ચે જંગ પણ જોવા મળે છે. ભારતને એશિયા કપ ટાઈટલ જીતવા માટે 199 રન બનાવવાના હતા. ત્યારે બાંગ્લાદેશી ખેલાડીઓએ ભારતીય બેટ્સમેનોને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. બાંગ્લાદેશની ટીમ દરેક રીતે ભારતીય બેટ્સમેનો પર શક્ય એટલું દબાણ કરવાની કોશિશ કરી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને તેને નજરઅંદાજ કરતાં રહ્યા.
ભારતીય કેપ્ટનની લડાઈ
જ્યારે ભારતીય બેટરો ટાર્ગેટ પૂરો કરવા મેદાનમાં આવ્યા ત્યારે તેમને ચારે બાજુથી બાંગ્લાદેશી ખેલાડીઓના અવાજો સંભળાતા હતા. આ દરમિયાન કંઈક એવું થયું જેના પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન મોહમ્મદ અમાન ગુસ્સે થયા હતા. આ બધું ત્યારે થયું જ્યારે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર ઈકબાલ ઈમોન ભારતીય કેપ્ટન સામ સામે આવી ગયા હતા. બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ અમ્પાયરોએ વચ્ચે પડવું પડ્યું હતુ.
ડિફેન્ડિંગ ચેમ્પિયન છે બાંગ્લાદેશ
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશની ટીમ અંડર 19 એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. બાંગ્લાદેશી ટીમ માટે સૌથી વધુ વિકેટ આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશીની હતી. જોકે સી એન્ડ્રેએ સારી ટક્કર આપી હતી, પરંતુ તે પણ 20 રન બનાવીને આઉટ થયો હતો.