Get The App

ICC Rankingsમાં મોટો ફેરફાર, ફરી એકવાર ભારતીય બેટરની ટોપ-10માં એન્ટ્રી

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
ICC Rankingsમાં મોટો ફેરફાર, ફરી એકવાર ભારતીય બેટરની ટોપ-10માં એન્ટ્રી 1 - image

ICC Ranking : તાજેતરમાં ICCએ જાહેર કરેલી રેન્કિંગમાં ભારતીય વિકેટકીપર અને બેટર રિષભ પંતને ઘણો ફાયદો થયો છે. ફરી એકવાર રિષભ પંત ટોપ-10 બેટરોની યાદીમાં સામેલ થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં રિષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી.  ઓસ્ટ્રેલિયા સામે સતત ખરાબ પ્રદર્શન બાદ રિષભ પંત ટોપ-10ની યાદીમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ સિડની ટેસ્ટ બાદ હવે તેણે પુનરાગમન કર્યું છે. તે હવે યાદીમાં નવમાં સ્થાને પહોંચી ગયો છે. અન્ય ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો ઝડપી બોલર જસપ્રીત બુમરાહે તેની ટેસ્ટ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેટિંગ હાંસલ કરી છે. જસપ્રીત બુમરાહ 908 રેટિંગ પોઈન્ટ સાથે બોલરોની યાદીમાં ટોચના સ્થાન પર છે.

યશસ્વી જયસ્વાલ ચોથા સ્થાન પર યથાવત

જો કે, જાહેર કરવામાં આવેલી આ ICC રેન્કિંગમાં ટોપ-5માં કોઈ ફેરફાર થયો નથી. ઈંગ્લેન્ડનો જો રૂટ આ યાદીમાં ટોચના સ્થાન પર છે. જ્યારે ઈંગ્લેન્ડનો હેરી બ્રુક 876 રેટિંગ સાથે બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન 867 રેટિંગ સાથે ત્રીજા નંબર પર છે. જયારે ભારતનો યશસ્વી જયસ્વાલ 847 રેટિંગ સાથે ચોથા સ્થાનપર યથાવત છે. ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર ટ્રેવિસ હેડ 772 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે. આ રીતે ટોપ-5 બેટરોની રેન્કિંગમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

આ પણ વાંચો : 'લડે વિરાટ કોહલી અને ભોગવવું પડે આખી ટીમને...', સુનિલ ગાવસ્કર બરાબરના ગુસ્સે થયા

સ્ટીવ સ્મિથને થયું એક સ્થાનનું નુકસાન   

આ સિવાય દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમાએ રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. ટેમ્બા બાવુમા 769 રેટિંગ સાથે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયો છે. અગાઉ તે નવમાં સ્થાન પર હતો. આ તેનું અત્યાર સુધીનું સૌથી ઊંચું રેન્કિંગ અને રેટિંગ છે. શ્રીલંકાના કામેન્દુ મેન્ડિસ 759 રેટિંગ સાથે સાતમાં સ્થાન પર પહોંચી ગયા છે. જો કે, ઓસ્ટ્રેલીયન બેટર સ્ટીવ સ્મિથને એક સ્થાનનું નુકસાન થયું છે. અન્ય ખેલાડીઓની વાત કરીએ તો ન્યુઝીલેન્ડનો ડેરીલ મિચેલ 725 રેટિંગ સાથે અકબંધ છે.ICC Rankingsમાં મોટો ફેરફાર, ફરી એકવાર ભારતીય બેટરની ટોપ-10માં એન્ટ્રી 2 - image



Google NewsGoogle News