IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ઝટકો, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત, વાપસી પર સસ્પેન્સ
Image: Twitter
IPL 2024: સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વર્તમાન સીઝનમાં એક નવા કેપ્ટન અને નવા કોમ્બિનેશનની સાથે અલગ અંદાજમાં નજર આવી રહી છે. પહેલી બે મેચમાંથી જીત ટીમને એક મેચમાં મળેલી પરંતુ પ્રદર્શન બંને મેચમાં શાનદાર રહ્યુ છે તેમ છતાં ટીમ માટે એક ખરાબ સમાચાર છે. હૈદરાબાદે આઈપીએલ 2024ના ઓક્શનમાં એક શાનદાર ખેલાડીને ખરીદ્યો હતો પરંતુ તે ખેલાડી અત્યાર સુધી ટીમની સાથે જોડાયો નથી અને ભવિષ્યમાં પણ તેની વાપસી પર સસ્પેન્સ છે કેમ કે તે ઈજાગ્રસ્ત થયો હોવાની જાણકારી મળી છે. તે ખેલાડીનું નામ વાનિંદુ હસારંગા છે જે શ્રીલંકાની ટી20 ટીમનો કેપ્ટન પણ છે.
વાનિંદુ હસારંગાની વાપસી પર બબાલ
તાજેતરમાં જ શ્રીલંકા ક્રિકેટે તેને 4 ટી20 ઈન્ટરનેશનલના પ્રતિબંધથી બચાવવા માટે અચાનક રિટાયરમેન્ટથી પાછો બોલાવીને ટેસ્ટ સ્કવોડમાં પસંદ કર્યો. હવે આ વચ્ચે તેના એન્કલમાં ઈજા થઈ હોવાની જાણકારી સામે આવી છે. દરમિયાન હસારંગાના મેનેજરે જે નિવેદન આપ્યુ તેણે પણ સસ્પેન્સ ઊભુ કરી દીધુ છે. મેનેજરે કહ્યું, તે ટૂંક સમયમાં અથવા અમુક દિવસ બાદ જોઈન કરશે. એટલે કે કંઈ સ્પષ્ટ નથી કે તે ક્યાં સુધી વાપસી કરશે પરંતુ કરશે એવુ મેનેજરનું કહેવુ છે.
શું રૂપિયાના કારણે ન આવ્યો હસારંગા?
હસારંગાને ફ્રેંચાઈઝીએ 1.5 કરોડની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો હતો. જ્યારે આરસીબીમાં 2022 અને 2023માં ખેલાડીને 10.75 કરોડ રૂપિયા મળતા હતા પરંતુ આરસીબીએ તેને રિલીઝ કરી દીધો. એવા ઘણા મામલા સામે આવ્યા જેમાં અમુક ખેલાડીઓએ ઓક્શનમાં ઓછા રૂપિયા મળવાના કારણે નામ પાછુ ખેંચ્યુ. આ અંગે હસારંગાના મેનેજરે સ્પષ્ટ કર્યું કે આ બિલકુલ ખોટુ છે. જો રૂપિયા મહત્વના હોય તો અમે 2 કરોડની બેઝ પ્રાઈઝ રાખત. તેને પોતાના એંકલનું અત્યારે ધ્યાન રાખવાનું છે. તે નેશનલ ટીમનો કેપ્ટન પણ છે.
આની પાછળનું કારણ ગમે તે હોય પરંતુ તેનું પરિણામ સનરાઈઝર્સ ટીમ ભોગવી રહી છે. તે રિપ્લેસમેન્ટ પણ પસંદ કરી શકતા નથી કેમ કે હસારંગાની વાપસીનો કોઈ સમય નક્કી નથી. ફ્રેંચાઈઝીના અધિકારી આ મામલે કોઈ કમેન્ટ કરી રહ્યા નથી. સમાચાર એવા છે કે હસારંગા 31 માર્ચે દુબઈ જશે અને ચેકઅપ કરાવશે. મેનેજરે જણાવ્યુ, સમસ્યા તેના ડાબા પગના એન્કલમાં છે. ડોક્ટર સલાહ આપશે તે અનુસાર તેની આઈપીએલમાં વાપસી પર નિર્ણય લેવામાં આવશે. પરંતુ તે જરૂર આઈપીએલમાં પહોંચશે કેમ કે તે પોતે ત્યાં જઈને સમયનો આનંદ લેવા માગે છે. અમે આ માટે ફ્રેંચાઈઝીના ટચમાં છીએ.