World cup 2023 : પાકિસ્તાન સામેની કરો યા મરો મેચ પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, આ ઘાતક ખેલાડી થયો બહાર

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
World cup 2023 :  પાકિસ્તાન સામેની કરો યા મરો મેચ પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, આ ઘાતક ખેલાડી થયો બહાર 1 - image


Matt Henry ruled out of World cup 2023 : ન્યુઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપ 2023ની શરુઆત શાનદાર કરી હતી પરંતુ છેલ્લા ત્રણ મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ટીમ સતત સ્ટાર ખેલાડીના ઈજાથી પરેશાન છે ત્યારે હવે ટીમનો સ્ટાર ખેલાડી બહાર થતા મોટો ઝટકો લાગ્યો છે. 

મેટ હેનરી બહાર થતા ન્યુઝીલેન્ડની મુશ્કેલી વધી

ન્યુઝીલેન્ડનો આવતીકાલે પાકિસ્તાન સામે મેચ રમાનાર છે અને આ મેચ ન્યુઝીલેન્ડની ટીમને કોઈપણ ભોગે જીતવી જરુરી છે તેવામાં ટીમના પ્રમુખ બોલર બહાર થતા ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર મેટ હેનરી (Matt Henry)ને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. તેના MRI સ્કેનથી સ્પષ્ટ થયું હતું કે તેને સાજા થવામાં હવે 2થી 4 અઠવાડિયાનો સમય લાગશે. આ સાથે જ તે વર્લ્ડ કપ 2023થી બહાર થયો છે. 

સાઉથ આફ્રિકાની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો

કિવી ક્રિકેટ બોર્ડે (NZC) હેનરીની ઈજા ગંભીર હોવાનું જણાવ્યું હતું. ટીમે તેના બેકઅપ તરીકે ફાસ્ટ બોલર કાયલ જેમિસનને બોલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હેનરી આ ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં હતો. તેણે વર્લ્ડ કપ 2023ની 7 મેચમાં કુલ 11 વિકેટ ઝડપી હતી. જો કે સાઉથ આફ્રિકાની મેચ દરમિયાન તે હેમસ્ટ્રિંગ ઈજાગ્રસ્ત થયો હતો અને તે 5.3 ઓવર જ ફેંકી શક્યો હતો. આ પહેલા કેન વિલિયમ્સન, લોકી ફર્ગ્યુસન અને માર્ક ચેપમેન ઈજાગ્રસ્ત થયા હતા. ન્યુઝીલેન્ડની ટીમ હાલ 8 અંક સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે ત્યારે ટીમને હવે સેમિફાઈનલમાં પહોંચવા માટે બાકીની બંને મેચ જીતવી જરુરી છે.

World cup 2023 :  પાકિસ્તાન સામેની કરો યા મરો મેચ પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, આ ઘાતક ખેલાડી થયો બહાર 2 - image


Google NewsGoogle News