Get The App

ફાઇનલ મેચમાં સુપર ઓવર પહેલા આ ખેલાડીએ પીધી હતી સિગારેટ, પુસ્તકમાં થયો ખુલાસો

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
Ben Stokes


England vs New Zealand World Cup Match 2019 : 5 વર્ષ પહેલા 14 જુલાઈ 2019ના રોજ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમવામાં આવેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ ટાઈ રહેતા સુપર ઓવર રાખવામાં આવી હતી. જેમાં મેચના પરિણામ માટે રાખવામાં આવેલી સુપર ઓવરમાં પણ ટાઈ થઈ હતી. બીજી તરફ, સુપર ઓવર ટાઈ થવાના કિસ્સામાં બાઉન્ડ્રી કાઉન્ટના આધારે વિજેતા ટીમનો નિર્ણય કરવામાં આવતાં ઈંગ્લેન્ડની ટીમ જીતી હતી. 50 ઓવરના અંતે ઈંગલેન્ડ ક્રિકેટ ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. આમ વર્લ્ડ કપના ઈતિહાસમાં આ સૌથી રોમાંચક ફાઈનલ મેચ રહી હતી. જો કે, આ મેચ બાદ નિયમને લઈને મોટો વિવાદ ઉભો થતાં ICC દ્વારા નિમય બદલવામાં આવ્યો હતો.

બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં 'સિગારેટ બ્રેક' લીધો

ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ જીતને લઈને એક પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે, સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં સુપર ઓવર પહેલા પ્રેસરને દૂર કરવા માટે 'સિગારેટ બ્રેક' લીધો હતો. એક વર્ષ પહેલા ઇંગ્લેન્ડે વિવાદાસ્પદ બાઉન્ડ્રી કાઉન્ટના આધારે ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. 

સુપર ઓવર પહેલા પ્રેસરમાં હતો બેન સ્ટોક્સ

2019 ની ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ ટાઈ રહેતા સુપર ઓવરમાં પણ મેચ ડ્રો રહી હતી. આ વર્લ્ડ કપની મેચના એક વર્ષ પછી બહાર પાડવામાં આવેલી 'મોર્ગન મેનઃ ધ ઇનસાઇડ સ્ટોરી ઓફ ઈંગ્લેન્ડની રાઈઝ ફ્રોમ ક્રિકેટ વર્લ્ડ કપ હ્યુમિલેશન ટુ ગ્લોરી' પુસ્તકમાં બેન સ્ટોક્સને લઈને કેટલાંક ખુલાસા કરવામાં આવ્યાં હતા. તેમાં જણાવ્યું હતું કે, 'મેચમાં સુપર ઓવર પહેલા બેન સ્ટોક્સ મેચને લઈને પ્રેસરમાં હતો, મેચના પ્રેસરને દૂર કરવા માટે સિગારેટ પીવા માટે બ્રેક લીધો હતો.'

બેન સ્ટોક્સ ઘણી વખત પ્રેસરની સ્થિતિમાં રમ્યો 

નિક હોલ્ટ અને સ્ટીવ જેમ્સ દ્વારા લખવામાં આવેલી પુસ્તકના કેટલાંક અંશો Stuff.co.nz પર જાહેર કર્યા હતા કે, '27,000 દર્શકોથી ભરેલા સ્ટેડિયમમાં અને દરેક જગ્યાએ કેમેરા સાથે એકલામાં મળવું મુશ્કેલ હતું. પરંતુ બેન સ્ટોક્સ ઘણી વખત પ્રેસરની સ્થિતિમાં રમ્યો હતો. જ્યારે ઈયોન મોર્ગન ઈંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સ્ટોક્સે પોતાના માટે થોડો સમય કાઢ્યો હતો.

પરસેવામાં તરબોળ હતો સ્ટોક્સ

પુસ્તક પ્રમાણે, 'સ્ટોક્સ ધૂળ અને પરસેવામાં લથપથ હોવાના સાથે પ્રેસરની સ્થિતિમાં બે કલાક અને 27 મિનિટ સુધી બેટિંગ કરી હતી.' સ્ટોક્સે શું કર્યું, 'ઈંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં જઈને બાથ લીધા પછી સિગારેટ સળગાવીને થોડો સમય શાંતિથી પસાર કર્યો હતો.' સ્ટોક્સે સુપર ઓવરમાં પણ 8 રન બનાવતા આખરે ઈંગ્લેન્ડ યાદગાર વર્લ્ડ કપની મેચ જીતી હતી.

ફાઇનલ મેચમાં સુપર ઓવર પહેલા આ ખેલાડીએ પીધી હતી સિગારેટ, પુસ્તકમાં થયો ખુલાસો 2 - image


Google NewsGoogle News