VIDEO : બેન સ્ટોક્સના એક થ્રોએ આવી રીતે પલટી નાખી આખી મેચ, પછી ભારતને મળી હાર

ઇંગ્લેન્ડ સામે ભારતની 28 રને કારમી હાર

ટોમ હાર્ટલીના નામે બીજી ઇનિંગમાં 7 વિકેટ

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
VIDEO : બેન સ્ટોક્સના એક થ્રોએ આવી રીતે પલટી નાખી આખી મેચ, પછી ભારતને મળી હાર 1 - image
Image: Social Media

Ben Stokes Run Out Jadeja Turning Points Of The Match : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની હારનું કારણ ભારતીય ટીમના બેટ્સમેનોની ખરાબ બેટિંગ હતું. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, “બેટ્સમેનોએ સારી બેટિંગ ન કરી જેના કારણે અમે મેચ હાર્યા.” જો કે મેચમાં ઘણી ક્ષણો આવી હતી જેના કારણે ભારતને હાર મળી હતી. ખાસ કરીને ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં ભારતીય સ્પિનરો બિનઅસરકારક રહ્યા હતા, જેના કારણે ઓલી પોપે 196 રન બનાવ્યા હતા.

બીજી ઇનિંગમાં ખરાબ બેટિંગ બની ભારતની હારનું કારણ

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેનોએ બીજી ઇનિંગમાં ખરાબ બેટિંગ કરી જેના કારણે ભારતને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોઈપણ ભારતીય બેટ્સમેન ઇંગ્લેન્ડના સ્પિનરોને સારી રીતે રમી શક્યો ન હતો. આટલું જ નહીં ટોમ હાર્ટલીએ 7 વિકેટ ઝડપી હતી. ભારતીય બેટ્સમેનો પણ સ્પિનરો સામે અસહજ દેખાઈ રહ્યા હતા. આ બધા સિવાય બેન સ્ટોક્સે જે રીતે રવિન્દ્ર જાડેજાને રન આઉટ કર્યો તેના કારણે મેચનું પરિણામ ઈંગ્લેન્ડ તરફ વળ્યું હતું. 

રવિન્દ્ર જાડેજાના રન આઉટે પલટી બાજી

ભારતને 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આવી સ્થિતિમાં જો રવિન્દ્ર જાડેજા રન આઉટ ન થયો હોત તો કદાચ થોડા વધુ રન બન્યા હોત અને ભારતીય ટીમ મેચ જીતી શકી હોત. જણાવી દઈએ કે ભારતને 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતને વધુ અંતરથી હાર મળી ન હતી. મતલબ કે જો સ્ટોક્સે સીધો થ્રો ન કર્યો હોત અને જાડેજા બીજી ઇનિંગમાં રન આઉટ ન થયો હોત તો કદાચ મેચનું પરિણામ અલગ હોત.

VIDEO : બેન સ્ટોક્સના એક થ્રોએ આવી રીતે પલટી નાખી આખી મેચ, પછી ભારતને મળી હાર 2 - image


Google NewsGoogle News