IPL 2024 : CSKને લાગ્યો મોટો ઝટકો, બેન સ્ટોક્સ ટુર્નામેન્ટમાંથી થયો બહાર, જાણો શું છે કારણ
સ્ટોક્સે IPLની 45 મેચોમાં 935 રન બનાવ્યા અને 28 વિકેટ ઝડપી છે
હાલમાં જ ODI World Cup 2023માં સ્ટોક્સસે ભાગ લીધો હતો
Image:Social Media |
Ben Stokes pulls out of IPL 2024 : IPL 2024ની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજીનું રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને આ હરાજી 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં યોજાશે. આ પહેલા ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે IPL 2024ની સિઝન રમવાથી ઇનકાર કરી દીધું છે અને પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
વર્કલોડ અને ફિટનેસને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય
બેન સ્ટોક્સે પોતાના વર્કલોડ અને ફિટનેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. CSKએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે બેન સ્ટોક્સ વર્કલોડ મેનેજમેન્ટ અને ફિટનેસને કારણે આગામી સિઝનમાં નહીં રમે. CSKએ કહ્યું કે ઇંગ્લેન્ડના રેડ-બોલના કેપ્ટન અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે પોતાના વર્કલોડ અને ફિટનેસને મેનેજ કરવા માટે IPL 2024 માટે પોતાને ઉપલબ્ધ ન કરવાનો નિર્ણય લીધો છે. તેણે હાલમાં જ ODI World Cup 2023માં ભાગ લીધો હતો.
સ્ટોક્સે 45 IPL મેચો રમી છે
ચેન્નઈ સુપર કિંગ્સે વધુમાં લખ્યું હતું કે, 'ચેન્નઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટ સ્ટોક્સને IPL અને પછી જૂન 2024માં T20 World Cup ભારતમાં 5 મેચની ટેસ્ટ સિરીઝ સાથે ઈંગ્લેન્ડ સાથેના તેના વર્કલોડને સંચાલિત કરવાના નિર્ણયમાં સમર્થન આપે છે.' સ્ટોક્સે 45 IPL મેચોમાં 935 રન બનાવ્યા છે અને 28 વિકેટ ઝડપી છે. ઈજાના કારણે તે ગત IPL સિઝનમાં માત્ર 2 મેચ જ રમી શક્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ચેન્નઈ સ્ટોક્સની જગ્યાએ ન્યુઝીલેન્ડના ખેલાડી ડેરલ મિચેલને ટીમમાં સામેલ આકરી શકે છે.