Get The App

T20 World Cup પહેલા જ ઈંગ્લેન્ડને મોટો ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડરે રમવાની ના પાડી, જાણો કારણ

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
T20 World Cup પહેલા જ ઈંગ્લેન્ડને મોટો ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડરે રમવાની ના પાડી, જાણો કારણ 1 - image
Image:Twitter

T20 World Cup : યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝની સંયુક્ત યજમાનીમાં T20 World Cupનું આયોજન થવાનું છે. આ મેગા ટુર્નામેન્ટ 1 જૂનથી શરૂ થશે, જે 29 જૂન સુધી ચાલશે. પરંતુ વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ICC T20 World Cup 2024 રમવા માંગતો નથી. બેન સ્ટોક્સે કહ્યું છે કે તે વર્લ્ડકપમાં રમવા નથી માંગતો. સ્ટોક્સ હાલમાં ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન છે અને તે માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જ નહીં પરંતુ અન્ય ફોર્મેટમાં પણ બોલિંગ કરવા માટે સંપૂર્ણ રીતે ફિટ થવા માંગે છે. ઈંગ્લેન્ડ આ વર્ષે શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે 3-3 મેચની ટેસ્ટ સીરિઝ રમવા જઈ રહ્યું છે.

‘વર્લ્ડકપ અને IPLમાંથી નામ પાછું ખેંચવું મારા માટે એક મોટું બલિદાન..’

આગામી T20 World Cup 2024ની પસંદગીને લઈને બેન સ્ટોક્સે કહ્યું, “હું મારી બોલિંગ ફિટનેસ સુધારવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છું. હું ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવવા માંગુ છું. વર્લ્ડકપ અને IPLમાંથી નામ પાછું ખેંચવું મારા માટે કદાચ એક મોટું બલિદાન હશે અને તે મને ઓલરાઉન્ડર બનવામાં મદદ કરશે. ભારતના તાજેતરના પ્રવાસ દરમિયાન, ઘૂંટણની સર્જરી અને 9 મહિનાના વિરામ પછી મને સમજાયું કે હું બોલિંગમાં કેટલો પાછળ રહી ગયો હતો. હું કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ડરહામ તરફથી રમવાનો છું અને ત્યાર બાદ હું ટેસ્ટ સીરિઝ પર ધ્યાન આપીશ. હું જોસ બટલર, મેથ્યુ મોટ અને સમગ્ર ટીમને ટ્રોફી સફળતાપૂર્વક ડિફેન્ડ કરવા માટે શુભેચ્છા પાઠવું છું."

ગયા વર્ષે CSKએ ખરીદ્યો હતો

IPL 2024 પહેલા બેન સ્ટોક્સે પોતાના શરીરને આરામ આપવા માટે બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે ગયા વર્ષે સ્ટોક્સને ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો, પરંતુ ફિટનેસ સમસ્યાઓને કારણે તે IPL 2023માં પણ રમી શક્યો ન હતો. સ્ટોક્સ એક વર્લ્ડ ક્લાસ ખેલાડી છે અને તેની ફિટનેસ ઇંગ્લેન્ડની ટીમ માટે ચિંતાનો વિષય છે.

T20 World Cup પહેલા જ ઈંગ્લેન્ડને મોટો ઝટકો, સ્ટાર ઓલરાઉન્ડરે રમવાની ના પાડી, જાણો કારણ 2 - image


Google NewsGoogle News