Get The App

ઝેક ક્રોલીની વિકેટ પર બબાલ, અકળાયેલા અંગ્રેજ ટીમના કેપ્ટને DRS નિયમ બદલવાની કરી માગ

ભારતે ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું

યશસ્વી જયસ્વાલે બીજી ઈનિંગમાં બેવડી સદી ફટકારી હતી

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
ઝેક ક્રોલીની વિકેટ પર બબાલ, અકળાયેલા અંગ્રેજ ટીમના કેપ્ટને DRS નિયમ બદલવાની કરી માગ 1 - image
Image: Social Media

Ben Stokes Wants DRS Rule Change : રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત આ ટેસ્ટ સીરિઝમાં 2-1થી આગળ થઇ ગયું છે. ભારત સામે હાર્યા બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે DRSના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. બેન સ્ટોક્સે DRSને લઈને કહ્યું હતું કે, “DRS હેઠળ લેવાયેલા કેટલાક નિર્ણયો અમારી ટીમની વિરુદ્ધમાં ગયા છે.” ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં ઝેક ક્રોલી બુમરાહના બોલ પર LBW આઉટ થયો હતો. ફીલ્ડ અમ્પાયરે આઉટ આપ્યા બાદ ક્રોલીએ DRS લીધું હતું. જો કે ટીવી રિપ્લે જોયા પછી એવું લાગતું હતું કે બોલ સ્ટમ્પ સાથે અથડાઈ રહ્યો નથી. પરંતુ આ પછી પણ થર્ડ અમ્પાયરે ‘અમ્પાયર્સ કોલ’નો નિર્ણય આપ્યો જેના કારણે ક્રોલીને LBW આઉટ થતાં પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.

સ્ટોક્સે ક્રોલીના વિકેટ પર ઉઠાવ્યા સવાલ

ઝેક ક્રોલીની વિકેટ લીધા બાદ બેન સ્ટોક્સે સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે. "DRSને લગતા નિયમો બદલવા જોઈએ. તમે જુઓ કે ક્રોલી કેવી રીતે આઉટ થયો. અમારી વિરુદ્ધ ઘણા DRS નિર્ણયો આવ્યા છે, મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે તમારે DRSને લઈને કેટલાક નિર્ણયો લેવા પડશે." 

ઇંગ્લેન્ડના કેપ્ટન અને કોચ મેચ રેફરી પાસે પહોંચ્યા

સ્ટોક્સે વધુમાં કહ્યું, "જ્યારે તસવીરો સામે આવી ત્યારે અમને ઝેકના DRS વિશે થોડી સ્પષ્ટતા જોઈતી હતી. રિપ્લેમાં બોલ સ્પષ્ટપણે સ્ટમ્પને મિસ કરી રહ્યો છે, તેથી જ્યારે અમ્પાયર્સ કોલ આવ્યો ત્યારે અમને આશ્ચર્ય થયું. તેથી અમે ફક્ત હોક-આઈના લોકો પાસેથી થોડી સ્પષ્ટતા ઇચ્છતા હતા. મને લાગે છે કે હવે 'અંપાયર્સ કોલ' હટાવી દેવાનું વધુ સારું રહેશે. જો બોલ સ્ટમ્પને હિટ કરે છે, તો તે હિટ કરે છે." જણાવી દઈએ કે આ નિર્ણયને લઈને કેપ્ટન બેન સ્ટોક્સ અને કોચ બ્રેન્ડન મેક્કુલમ મેચ રેફરી પાસે પણ ગાયા હતા.

ઝેક ક્રોલીની વિકેટ પર બબાલ, અકળાયેલા અંગ્રેજ ટીમના કેપ્ટને DRS નિયમ બદલવાની કરી માગ 2 - image


Google NewsGoogle News