World Cup 2023 : બેન સ્ટોક્સે સદી ફટકારી રચ્યો ઈતિહાસ, આ દિગ્ગજોની લીસ્ટમાં થયો સામેલ
બેન સ્ટોક્સે 84 બોલમાં 128.57ની સ્ટ્રાઈક રેટથી 108 રન બનાવ્યા હતા
Image:IANS |
World Cup 2023 ENG vs NED : ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે ગઈકાલે ODI World Cup 2023માં રમાયેલી મેચમાં બેન સ્ટોક્સે સદી ફટકારી ઈતિહાસ રચી દીધો હતો. સ્ટોક્સ ઇન્ટરનેશનલ ક્રિકેટ(Ben Stokes First English Player To Complete 10,000 Runs And 100 Wickets)માં 10 હજારથી વધુ રન બનાવનાર અને 100થી વધુ વિકેટ લેનાર પ્રથમ ઈંગ્લીશ ખેલાડી બની ગયો છે. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સ્ટોક્સે 108 રન બનાવ્યા હતા. આ સદી સાથે તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 10,081 રન બનાવ્યા હતા.
આ દિગ્ગજોની લીસ્ટમાં સામેલ થયો સ્ટોક્સ
સ્ટોક્સ ઉપરાંત તિલકરત્ન દિલશાન, સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર, જેક કાલિસ અને સનથ જયસૂર્યા જેવા દિગ્ગજ ખેલાડીઓ 10,000થી વધુ રન બનાવ્યા છે અને 100થી વધુ વિકેટ પણ ઝડપી છે. સ્ટોક્સે વર્ષ 2011માં વનડે ડેબ્યૂ કર્યો હતો. તેણે 113 વનડે મેચમાં 3379 રન બનાવ્યા છે અને 74 વિકેટ પણ ઝડપી છે. તેણે 97 ટેસ્ટ મેચમાં 6117 રન બનાવ્યા છે અને 197 વિકેટ પણ ઝડપી છે. વાત કરીએ તેના T20I કરિયરની તો તેણે વર્ષ 2011માં T20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યો હતો. તેના નામે 585 રન અને 26 વિકેટ છે.
સ્ટોક્સે વર્લ્ડ કપમાં પ્રથમ સદી ફટકારી
ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને નેધરલેન્ડ્સ સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેન સ્ટોક્સે નેધરલેન્ડ સામેની મેચ દરમિયાન ઈંગ્લેન્ડની ઈનિંગ્સને સંભાળતા ODI World Cupમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. સ્ટોક્સે 84 બોલમાં 128.57ની સ્ટ્રાઈક રેટથી 108 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. સ્ટોક્સની સદીની મદદથી ઇંગ્લેન્ડે 339 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 179ના સ્કોર પર સમેટાઈ ગઈ અને ઇંગ્લેન્ડે આ મેચ 160 રનથી જીતી હતી.