Get The App

આ મહિલા સ્વિમર માટે સુંદરતા શ્રાપ સાબિત થઈ, ઓલિમ્પિકમાંથી પણ હકાલપટ્ટી કરી દેવાઈ

Updated: Aug 7th, 2024

GS TEAM


Google News
Google News
આ મહિલા સ્વિમર માટે સુંદરતા શ્રાપ સાબિત થઈ, ઓલિમ્પિકમાંથી પણ હકાલપટ્ટી કરી દેવાઈ 1 - image


Paris Olympics 2024, Luana Alonso: પેરિસ ઓલિમ્પિકસ 2024 શરુઆતથી જ અનેક વિવાદોને લઈને ચર્ચામાં રહ્યો છે. થોડા સમય પહેલા એક પુરુષને મહિલા સાથે હરીફાઈમાં સામેલ કરવાના મુદ્દે વિવાદ થયો હતો. અને હવે એક મહિલા એથ્લિટ ખૂબ જ સુંદર હોવાના કારણે તેને ઓલિમ્પિકસમાંથી બહાર કરવાનો મામલો સામે આવી રહ્યો છે. કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે પેરાગ્વેની સ્ટાર સ્વિમર લુઆના એલોન્સોને એટલા માટે ઓલિમ્પિકસમાંથી બહાર કરવામાં આવી કે તેની સુંદરતાથી ટીમના ખેલાડીઓનું ધ્યાન ભંગ થઈ રહ્યું હતું.

પેરિસ ઓલિમ્પિકસની શરુઆતથી જ લુઆના એલોન્સોની સુંદરતાની ચર્ચા થઈ રહી હતી. પોતાની સુંદરતાથી લુઆના ખેલાડીઓ અને દર્શકોનું ધ્યાન આકર્ષી રહી હતી. અહેવાલ અનુસાર, લુઆના એલોન્સોએ હવે તેની સુંદરતાની કિંમત ચૂકવવી પડી છે. તેને ઓલિમ્પિક વિલેજ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને તેને તેના દેશમાં પરત મોકલી દેવામાં આવી છે.

આ પણ વાંચો: ચાર જ કલાકમાં 2 કિલો વજન ઘટાડી દેશ માટે ગોલ્ડ જીતી લાવી હતી ભારતની દિગ્ગજ બોક્સર

એક મીડિયા રીપોર્ટમાં જણાવાયું છે કે, લુઆના ટીમને સપોર્ટ કરવાની બદલે છૂપી રીતે ડિઝનીલૅન્ડની ફરવા ગઈ હતી. તે પોતાના મિત્ર સાથે આખી રાત પેરિસમાં રોકાઈ હતી. જેથી ટીમના અધિકારીઓ ગુસ્સે થયા હતા અને સજાના ભાગરૂપે લુઆના એલોન્સોને ઘરે પાછા ફરવાનો આદેશ આપ્યો હતો.

પેરાગ્વેની ઓલિમ્પિક સમિતિના વડા લારિસા શાયરરે નિવેદન આપતાં કહ્યું હતું કે, લુઆના એલોન્સોના કારણે ટીમ પેરાગ્વેની અંદર અયોગ્ય વાતાવરણ બની રહ્યું હતું. જો કે હવે લુઆના એલોન્સોએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ લખીને કહ્યું કે, આ મારી છેલ્લી મેચ હતી. અહીં તમને જણાવી દઈએ કે, લુઆના સેમિફાઇનલ માટે ક્વોલિફિકેશન રાઉન્ડમાં માત્ર 0.24 સેકન્ડથી ચૂકી ગઈ હતી.

અગાઉ અન્ય 22 વર્ષીય એથ્લેટ એના કેરોલિના વિયેરાને પણ બ્રાઝિલની ટીમમાંથી બહાર કરી દેવામાં આવી હતી. તેના પર આરોપ હતો કે તે તેના બોયફ્રેન્ડ સાથે ઓલિમ્પિક વિલેજની બહાર ફરવા ગઈ હતી. 

આ મહિલા સ્વિમર માટે સુંદરતા શ્રાપ સાબિત થઈ, ઓલિમ્પિકમાંથી પણ હકાલપટ્ટી કરી દેવાઈ 2 - image

Tags :