BCCIનો ‘મિત્ર’ થઈ ગયો તેનો વિરોધી, ચેમ્પિયન્સ ટ્રોફી માટે અફઘાનિસ્તાન પાકિસ્તાન જવા તૈયાર
Image: Facebook
ICC Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મેજબાન દેશ પાકિસ્તાન છે. આ ટુર્નામેન્ટની તારીખનું એલાન કરી દેવાયુ છે પરંતુ બીસીસીઆઈ પોતાના નિર્ણય પર અડગ છે. BCCI નું કહેવું છે કે પાકિસ્તાનમાં સુરક્ષા સંબંધિત ચિંતાઓના કારણે ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા જશે નહીં. સાથે જ બીસીસીઆઈએ આઈસીસી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને હાઈબ્રિડ મોડલની સલાહ આપી છે. આ મોડલ હેઠળ ભારતીય ટીમ પોતાની મેચ કોઈ ન્યૂટ્રલ વેન્યૂ પર રમશે પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાની જીદ પર અડગ છે.
આ દરમિયાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યાં છે. આ સમાચારથી બીસીસીઆઈને ઝટકો લાગી શકે છે. રિપોર્ટ્સ અનુસાર અફઘાનિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવા માટે તૈયાર છે. પરંતુ હવે સવાલ છે કે અફઘાનિસ્તાનનું પાકિસ્તાન પ્રવાસ પર જવું ભારત અને બીસીસીઆઈ માટે ઝટકો કેવી રીતે છે. બીસીસીઆઈ અફઘાનિસ્તાન ક્રિકેટની શ્રેષ્ઠતા માટે સતત કામ કરી રહ્યું છે. અફઘાનિસ્તાન ક્રિકેટની સફળતામાં ભારત અને બીસીસીઆઈનું મહત્વનું યોગદાન માનવામાં આવે છે.
અફઘાનિસ્તાનની ઉથલ-પાથલ ભરેલા અને અશાંત સ્થિતિમાં મોટી ક્રિકેટ મેચનું આયોજન શક્ય નથી. તેને ધ્યાનમાં રાખતાં બીસીસીઆઈ અફઘાનિસ્તાનને હોમ ગ્રાઉન્ડ આપે છે. સાથે જ બીસીસીઆઈ આર્થિક રીતે અફઘાનિસ્તાન ક્રિકેટની મદદ કરતું રહ્યું છે. ભારત અફઘાનિસ્તાનમાં ક્રિકેટની શ્રેષ્ઠતા સિવાય શાંતિ જાળવી રાખવાના પ્રયત્નમાં સતત મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. આ તમામ કારણોથી બીસીસીઆઈ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સંબંધ ખૂબ મધુર છે પરંતુ હવે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે અફઘાન ટીમનું પાકિસ્તાન જવું બીસીસીઆઈ માટે ઝટકા તરીકે જોવામાં આવી રહ્યું છે.