Get The App

IPL છોડતા ખેલાડીઓ માટે BCCIનો કડક નિયમ, આટલી સિઝન માટે લાગી જશે પ્રતિબંધ

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
IPL છોડતા ખેલાડીઓ માટે BCCIનો કડક નિયમ, આટલી સિઝન માટે લાગી જશે પ્રતિબંધ 1 - image


BCCI New Rules For IPL: IPL વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. એ જ કારણ છે કે, દુનિયાભરના ક્રિકેટર આ લીગમાં ભાગ લેવા માટે તત્પર રહે છે. IPL માં ખેલાડીઓને ફેમની સાથે ઘણાં પૈસા પણ મળે છે. વળી, ભારતીય યુવા ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ થવા માટેનું IPL સૌથી મોટું સ્ટેજ છે. આ વખતે બીસીસીઆઈએ જાહેરાત કરી છે કે, ખેલાડીઓને કરારની રકમ સાથે મેચ ફી પણ મળશે. એટલું બધું મળવા છતાં ઘણીવાર જોવા મળે છે કે, અમુક ખેલાડી સિઝન પહેલાં લીગમાંથી દૂર થઈ જાય છે. આ ખેલાડીઓ પર લગામ લગાવવા માટે હવે બીસીસીઆઈએ તેમના પર પ્રતિબંધ લગાવવાનો કડક નિયમ બનાવ્યો છે. 

ફ્રેન્ચાઇઝીને થાય છે નુકસાન

IPL સીઝનની જાહેરાત થયાના થોડા દિવસો પહેલાં જ અમુક ક્રિકેટર લીગમાંથી દૂર થવાનો નિર્ણય લે છે. આ મામલે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ સૌથી છે. જેના કારણે ફ્રેન્ચાઇઝીને ઘણું નુકસાન ભોગવવું પડે છે. છેલ્લા સમયે ટીમને એ ખેલાડીનો વિકલ્પ શોધવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

આ પણ વાંચોઃ BCCI એ ધોનીનું કરોડો રૂપિયાનું કર્યું નુકસાન, IPLના નિયમ બદલવાથી પડશે ફટકો!

બીસીસીઆઈએ બનાવ્યો નિયમ

નવા નિયમ હેઠળ કોઈપણ ખેલાડી, જે ઓક્શનમાં નોંધણી કરાવે છે અને તેમાં પસંદગી પામ્યા બાદ સિઝનની શરૂઆત પહેલાં પોતાને અનુપલબ્ધ કરી દે છે. તેવા ખેલાડીને બીસીસીઆઈ આવતી બે સિઝન માટે લીગ અને ખેલાડીના ઓક્શનમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ IND vs BAN : ટીમ સિલેક્શનમાં દેખાઈ 'ગંભીર ઈમ્પેક્ટ', કોચના ખાસ ખેલાડીઓને મળ્યો ચાન્સ!

ઓછી કિંમત મળતા નથી રમતા ખેલાડી

ઘણીવાર જોવા મળ્યું છે કે, ખેલાડીને વધુ રકમ મળે તો તે રમવા માટે તૈયાર હોય છે, પરંતુ જ્યારે તેને ઓછી કિંમત મળે છે તો અંગત કારણોના નામે આઈપીએલથી દૂર થઈ જાય છે.



Google NewsGoogle News