ભારતીય ટીમના ખેલાડીઓને BCCI કરશે માલામાલ! પગાર વધારા સાથે બોનસ પણ આપી શકે

ભારતે ઇંગ્લેન્ડને ચોથી ટેસ્ટ મેચમાં 5 વિકેટથી હરાવ્યું હતું

ટેસ્ટ સીરિઝમાં ભારતે 3-1ની અજેય લીડ મેળવી લીધી છે

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
ભારતીય ટીમના ખેલાડીઓને BCCI કરશે માલામાલ! પગાર વધારા સાથે બોનસ પણ આપી શકે 1 - image
Image:Twitter

Team India Salary : ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પર ઘણી વખત એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ ટેસ્ટ અને ડોમેસ્ટિક ક્રિકેટને બદલે IPL પર વધુ ધ્યાન આપે છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટેસ્ટ ફોર્મેટને પ્રોત્સાહન આપવા માટે મોટું પગલું ભરી શકે છે. મળેલા અહેવાલો મુજબ BCCI ટેસ્ટ મેચ રમી રહેલા ખેલાડીઓના પગારમાં વધારો કરી શકે છે. આ સાથે તમામ સીરિઝમાં રમનારા ખેલાડીઓને બોનસ પણ મળી શકે છે.

BCCI ટેસ્ટ ખેલાડીઓના પગારમાં વધારો કરી શકે

મળેલા અહેવાલો મુજબ IPL 2024 પછી BCCI ટેસ્ટ ખેલાડીઓના પગારમાં વધારો કરી શકે છે. BCCI દરેક ટેસ્ટ સીરિઝમાં રમનારા ખેલાડીઓને બોનસ પણ આપી શકે છે. બોર્ડ મહત્વના કારણસર આ ફેરફાર કરવા માંગે છે. IPLમાં ફિટ રહેવા માટે ઘણા ખેલાડીઓ રણજી ટ્રોફી અને ડોમેસ્ટિક મેચો છોડી રહ્યા છે. હાલમાં જ ઈશાન કિશન આને લઈને ચર્ચામાં હતો. અહેવાલો અનુસાર BCCIની વિનંતી છતાં ઈશાન ઝારખંડ માટે મેચ રમ્યો ન હતો. શ્રેયસ અય્યર પણ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચ છોડી ગયો હતો.

ભારતીય ખેલાડીઓને બોર્ડ કેટલો પગાર આપે છે?

BCCI હાલમાં એક ટેસ્ટ મેચ માટે ખેલાડીઓને 15 લાખ રૂપિયા આપે છે. વર્ષ 2016માં તેમનો પગાર બમણો કરવામાં આવ્યો હતો. જ્યારે ખેલાડીઓને એક ODI મેચ માટે 6 લાખ રૂપિયા મળે છે. T20 મેચ માટે ખેલાડીઓને 3 લાખ રૂપિયા પગાર મળે છે. ભારતીય ટીમના ખેલાડીઓને તેમના ગ્રેડ પ્રમાણે વાર્ષિક પગાર પણ આપવામાં આવે છે.

IPL પછી વધી શકે પગાર

જણાવી દઈએ કે IPL 2024 પછી ખેલાડીઓનો પગાર વધી શકે છે. ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. ભારતે આ સીરિઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે સીરિઝની પ્રથમ મેચ 28 રને જીતી હતી. આ પછી ભારતે સતત ત્રણ મેચ જીતી હતી.

ભારતીય ટીમના ખેલાડીઓને BCCI કરશે માલામાલ! પગાર વધારા સાથે બોનસ પણ આપી શકે 2 - image


Google NewsGoogle News