Get The App

World Cup 2023 Final : પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનનું કરાશે સન્માન, ખાસ બ્લેઝર પહેરાવવામાં આવશે

ફાઈનલ મેચની શરુઆત ઈન્ડિયન એરફોર્સના એર શોથી થશે

પહેલીવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 હોક કલાબાજીનું પ્રદર્શન કરશે

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
World Cup 2023 Final : પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનનું કરાશે સન્માન, ખાસ બ્લેઝર પહેરાવવામાં આવશે 1 - image

World Cup 2023 Final IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. આ ફાઈનલ મેચ દરમિયાન વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનું ખાસ અંદાજમાં સન્માન કરવામાં આવશે. BCCI અત્યાર સુધીના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન(BCCI Will Honour World Cup Winning Captains With Special Blazer)ને સ્પેશિયલ બ્લેઝર દ્વારા સન્માનિત કરશે. ફાઈનલ મેચમાં પ્રથમ ઇનિંગ પછી આ સન્માન સમારોહ યોજાશે. આ ઈવેન્ટ માટે એમ.એસ ધોની, કપિલ દેવ, રિકી પોન્ટિંગ, ક્લાઈવ લોઈડ, એલન બોર્ડર, ઈયોન મોર્ગન અને અર્જુન રણતુંગા સ્ટેડિયમમાં હાજર રહેશે.

ફાઈનલની શરૂઆત એર શોથી થશે

આ ઇવેન્ટ માટે BCCIએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ ઈવેન્ટમાં કેપ્ટનોને બ્લેઝર આપવામાં આવે તે પહેલા સ્ટેડિયમની સ્ક્રીન પર તેમની કેટલીક વીડિયો ક્લિપ્સ પણ બતાવવામાં આવશે. આમાં તેમની ટીમની ચેમ્પિયન બનવાની સફર બતાવવામાં આવશે. આ દરમિયાન તમામ કેપ્ટન પાસેથી નાના-નાના પ્રશ્નો પણ પૂછવામાં આવશે. ફાઈનલ મેચની શરુઆત બપોરે 12:30 વાગ્યે ઈન્ડિયન એરફોર્સના 10 મિનિટના એર શોથી થશે. આ દરમિયાન IAFની સૂર્યકિરણ ટીમ સ્ટેડિયમ ઉપર કરતબ બતાવશે. પહેલીવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 હોક કલાબાજીનું પ્રદર્શન કરશે.

500 ડાન્સર્સ સ્ટેડિયમમાં હાજર રહેશે

ભારતના ફેમસ સંગીતકાર પ્રીતમનું લાઈવ પરફોર્મન્સ થશે. આ દરમિયાન 500 ડાન્સર્સ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. સંગીતકાર પ્રીતમ-દેવા ઓ દેવા, કેસરિયા, લહેરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધૂમ મચાલે, દંગલ દંગલની પ્રસ્તુતિ કરશે. સેકન્ડ ઈનિંગની બીજી ડ્રિંક બ્રેક રાત 8:30 વાગ્યે 90 સેકન્ડ માટે થશે. આ દરમિયાન લેજર શો થશે.

World Cup 2023 Final : પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનનું કરાશે સન્માન, ખાસ બ્લેઝર પહેરાવવામાં આવશે 2 - image


Google NewsGoogle News