Get The App

શું રાજકારણમાં આવશે ધોની? રાજીવ શુક્લાએ કહ્યું- તે આરામથી ચૂંટણી જીતી જશે

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
શું રાજકારણમાં આવશે ધોની? રાજીવ શુક્લાએ કહ્યું- તે આરામથી ચૂંટણી જીતી જશે 1 - image

Rajeev Shukla on MS Dhoni : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વનો સર્વશ્રેષ્ઠ કેપ્ટનમાંથી એક માનવામાં આવે છે. ક્રિકેટના મેદાનમાં તેના નેતૃત્વમાં ભારતીય ટીમ અનેક ટુર્નામેન્ટ અને વર્લ્ડકપના ખિતાબ જીતી ચૂકી છે. તે મેદાન પર વિરોધી ટીમ સામે વ્યૂહનીતિ ઘડીને તેમને હરાવવામાં પણ કુશળ કેપ્ટન સાબિત થયો હતો. જેને લઈને લોકો માની રહ્યા છે કે તે એક નેતા બનવાના ગુણ ધરાવે છે. જો કે તેણે હજુ સુધી રાજકારણમાં ઝંપલાવ્યું નથી. પરંતુ હવે આ મામલે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શક્લાએ એક ખુલાસો કર્યો છે.

શું રાજકારણમાં આવશે ધોની?

વર્ષ 2022માં ધોનીએ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તે હવે માત્ર IPLમાં જ રમી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ધોનીએ બે વખત IPLમાં પોતાની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ટાઈટલ જીતાડ્યું હતું. ધોની લાઈમલાઈટથી દૂર રહે છે. તેવામાં તે રાજકારણમાં આવશે કે નહી તેને લઈને અનેક અટકળો લગાવાઈ રહી છે. પરંતુ રાજીવ શુક્લાનું માનવું છે કે, ધોની એક સારો નેતા બનવાની લાયકાત ધરાવે છે.    

તે આરામથી ચૂંટણી જીતી જશે 

રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, 'મને લાગે છે કે ધોની નેતા બની શકે છે. જો કે એ નિર્ણય તે પોતે કરશે. સૌરવ ગાંગુલીને લઈને મને હંમેશા એવું લાગ્યું હતું કે, તે બંગાળના રાજકારણના એન્ટ્રી કરશે. ધોની પણ જો રાજકારણમાં આવશે તો તે આરામથી ચૂંટણી જીતી જશે. તે ઘણો મશહૂર છે. મેં એકવાર તેને પૂછ્યું હતું કે, તમે લોકસભા ચૂંટણી લડવાનાં છો તેવું કહેવાઈ રહ્યું છે. તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, આવું ન બની શકે.'  

આ પણ વાંચો : ભારતીય મહિલા ટીમ સતત બીજી વખત બની અંડર 19 વર્લ્ડકપ ચેમ્પિયન, સાઉથ આફ્રિકાને ધૂળ ચટાડી

લાઇમલાઇટથી દૂર રહે છે ધોની - રાજીવ શુક્લા

ધોનીને લઈને વધુમાં રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, 'તેનો સ્વભાવ છે કે તેને છુપાઈને રહેવું પસંદ છે. તે પોતાની સાથે મોબાઈલ પણ નથી રાખતો. જેને કારણે BCCIના પસંદગીકારોને પણ તેનો સંપર્ક કરવામાં મુશ્કેલીઓ પડતી હતી. આ તેનો સ્વભાવ છે કે તે લાઇમલાઇટથી દૂર રહે છે. તે બધી બાબતોને ગંભીરતાથી લે છે.'શું રાજકારણમાં આવશે ધોની? રાજીવ શુક્લાએ કહ્યું- તે આરામથી ચૂંટણી જીતી જશે 2 - image



Google NewsGoogle News