World Cup 2023 : BCCI આજે સેમીફાઈનલ-ફાઈનલની ટિકિટ કરશે રિલીઝ, જાણો ખરીદવાની પ્રક્રિયા
વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલ માટે ત્રણ ટીમો નક્કી
BCCI gives last chance to book World Cup semi-finals and final tickets : ક્રિકેટ રસિયાઓ લાંબા સમયથી સેમીફાઈનલ અને ફાઈનલની ટિકિટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેની આતુરતાનો આજે અંત આવશે. BCCIએ આજે નોકઆઉટ મેચોની ટિકિટ જાહેર કરશે. BCCIએ સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યું હતું કે, સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટનું વેચાણ આજે રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) November 9, 2023
Final set of tickets for ICC Men’s World Cup 2023 knockouts to go live today 🎫
Details 🔽 #CWC23 https://t.co/xsr5GWWPMm
આજે રાતે 8 વાગ્યથી સેમિફાઇનલ-ફાઇનલ મેચની ટિકિટનું વેચાણ થશે
વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે અને બીજી સેમિફાઇનલ 16 નવેમ્બરે રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. BCCIએ માહિતી આપી હતી કે, ટિકિટનું વેચાણ સત્તાવાર વેબસાઈટ પર 9 નવેમ્બરે રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
ટિકિટ કેવી રીતે ખરીદવી
ક્રિકેટરસિયાઓ માટે નોકઆઉટ મેચની ટિકિટ ખરીદવાની રાહનો અંત આવ્યો છે. જો તમે પણ સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટ ખરીદવા માંગતા હોય તો તમે તેને https://tickets.cricketworldcup.com વેબસાઇટ પરથી ખરીદી શકો છો. ટિકિટ ખરીદવા માટે આ સત્તાવાર વેબસાઇટ છે.
ભારત ટીમની ટેબલ ટોપર
વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલ માટે ત્રણ ટીમો નક્કી થઈ ગઈ છે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને સેમીફાઈનલમાં પહોંચી હતી. ભારતે અત્યાર સુધીમાં એક પણ મેચ હારી નથી અને રવિવારે નેધરલેન્ડ સામે તેની છેલ્લી લીગ મેચ રમવાની છે. આ વર્લ્ડ કપ જીતવા ભારતને હોટ ફેવરીટ ટીમ માનવામાં આવી રહી છે.