World Cup 2023 : ભારત-પાકની અમદાવાદ મેચ માટે વધુ 14000 ટિકિટો વેચાણ માટે મૂકાશે, જાણો બુકિંગનો તારીખ અને સમય

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ભારત-પાકની અમદાવાદ મેચ માટે વધુ 14000 ટિકિટો વેચાણ માટે મૂકાશે, જાણો બુકિંગનો તારીખ અને સમય 1 - image


bcci set to release tickets : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ વર્લ્ડ કપની મોટી રાઇવલરી ભારત-પાકિસ્તાનની મેચ યોજવાની છે. જેને લઇ ક્રિકેટ રસિયા માટે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. BCCI દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ મેચની વધુ 14 હજાર ટિકિટનું વેચાણ કરવામાં આવશે. આ વાતથી ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી શકે છે. BCCI ના જણાવ્યા અનુસાર, 8 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાથી ટિકિટ માટેનું બુકિંગ ખુલશે.

આ લિંક પરથી તમે ઓનલાઇન ટિકિટ મેળવી શકો છો.

tickets.cricketworldcup.com

વર્લ્ડકપનો શુભારંભ અને સમાપન બંને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ થશે 

ઉલ્લેખનીય છે કે ICC ક્રિકેટ વર્લ્ડકપનો શુભારંભ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમથી જ થઇ હતી અને અહીં ન્યૂઝીલેન્ડ તથા ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો રમાયો હતો. તેમાં ઈંગ્લેન્ડ હારી ગઈ હતી જે ગત વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ રહી છે. હવે આગામી 19 નવેમ્બરે પણ ફાઈનલ મુકાબલો આ જ સ્ટેડિયમમાં રમાવાનો છે જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 

14 અોક્ટોબરે ભારત અને પાક. વચ્ચે મેચ

આગામી 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાવાની છે. તેને ધ્યાનમાં રાખીને જ બીસીસીઆઈએ હવે 14000 જેટલી વધારાની ટિકિટોના વેચાણનો નિર્ણય કર્યો છે. 


Google NewsGoogle News