T20 વર્લ્ડકપમાં રાહુલ દ્રવિડ કોચ તરીકે રહેશે કે નહીં નક્કી થઈ ગયું, BCCIની સ્પષ્ટતા
ODI World Cup 2023 બાદ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો હતો
Image: File Photo |
Rahul Dravid : ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ ODI World Cup 2023ના સમાપ્ત થયાની સાથે પૂરો થઇ ગયો હતો. જો કે BCCIએ દ્રવિડનો કોન્ટ્રાક્ટ લંબાવ્યો હતો. BCCI સેક્રેટરી જય શાહે હવે પુષ્ટિ કરી છે કે રાહુલ દ્રવિડ આ વર્ષે જૂનમાં T20I World Cup સુધી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રહેશે.
દ્રવિડનો કોન્ટ્રાક્ટ વર્લ્ડકપ બાદ સમાપ્ત થયો હતો
ODI World Cup 2023 બાદ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો હતો. આ પછી કાર્યકાળ નક્કી કર્યા વિના દ્રવિડને ડિસેમ્બર-જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ સુધી તેના સપોર્ટ સ્ટાફ સાથે પદ પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. હવે BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે, “વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર T20I World Cup 2024 સુધી દ્રવિડને હેડ કોચ તરીકે રાખવાનો નિર્ણય લેતા પહેલા મેં રાહુલ દ્રવિડ સાથે વાત કરી હતી.”
T20I World Cupમાં પણ કોચ તરીકે રહેશે દ્રવિડ
BCCI સેક્રેટરીએ એક કાર્યક્રમમાં કહ્યું, “વર્લ્ડકપ પછી રાહુલભાઈને તરત જ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવું પડ્યું. આ દરમિયાન અમે મળી શક્યા નહીં, જે આખરે આજે શક્ય બન્યું. રાહુલ દ્રવિડ જેવા વરિષ્ઠ વ્યક્તિના કોન્ટ્રાક્ટની ચિંતા કેમ કરો છો? તે T20I World Cupમાં પણ કોચ તરીકે રહેશે.” જય શાહે વધુમાં કહ્યું, “જ્યારે પણ મને સમય મળશે હું તેમની સાથે વાત કરીશ. અત્યારે સતત સીરિઝ રમાઈ રહી છે. પહેલા તે સાઉથ આફ્રિકામાં હતા અને પછી અફઘાનિસ્તાન સામે સીરિઝ હતી અને હવે ઈંગ્લેન્ડ સામે રમી રહ્યા છીએ. આ દરમિયાન અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.”