IPL-2025 પહેલા BCCIનો મોટો નિર્ણય, વિવાદાસ્પદ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ હટાવ્યો
Impact Player Rule : IPLની છેલ્લી સિઝન દરમિયાન ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ ઘણો વિવાદોમાં રહ્યો હતો. ઘણા મોટા ખેલાડીઓએ આ નિયમ વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આ નિયમ અંગે મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમ હટાવવાનો નિર્ણય લીધો છે. આ એ જ ટૂર્નામેન્ટ છે જ્યાંથી ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ શરૂઆત કરવામાં આવી હતી.
BCCIએ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ હટાવ્યો
BCCIએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાંથી ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ હટાવી દીધો છે. આ ટ્રોફી 23 નવેમ્બરથી શરૂ થવાની છે અને 15 ડિસેમ્બર સુધી રમાશે. BCCIએ રાજ્ય એસોસિએશનને એક સંદેશ દ્વારા ઈમ્પેક્ટર પ્લેયર નિયમ અંગેના નિર્ણયની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો : કોહલીના ખરાબ ફૉર્મ વિશે કોચ ગૌતમ ગંભીરે કહી એવી વાત, કે ફેન્સ થઈ જશે ગદગદ્
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી થઈ હતી આ નિયમની શરૂઆત
ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ સૌપ્રથમ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy)માં કરાયો હતો. ત્યારબાદ તેનો IPL-2023માં અમલ શરૂ કરાયો હતો. ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ (What is Impact player rule) મુજબ ટૉસ બાદ બંને કેપ્ટનોએ પાંચ સબ્સીટ્યૂટ પ્લેયર્સના નામ આપવાના હોય છે. કેપ્ટન દ્વારા પસંદ કરાયેલા ચાર ખેલાડીઓમાંથી કોઈ એક પ્લેયરને ઈમ્પેક્ટ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવે છે અને તે ખેલાડીનો ઉપયોગ બેટિંગ અને બોલિંગ માટે ગમે ત્યારે કરી શકાય છે. આ 12મો ખેલાડી મેદાનમાં ઉતરતા જ મેચનો પરિણામ બદલી શકે છે. તેના આવ્યા બાદ ઑલરાઉન્ડર્સનું મહત્વ ઘટી જાય છે. કારણ કે ટીમ બેટિંગ સમયે એક એક્સ્ટ્રા બેટરને રમાડી દે છે અને બોલિંગના સમયે તેને રિપ્લેસ કરી નવો બોલર લઈને આવી જાય છે.
આ પણ વાંચો : ટીમ ઇન્ડિયાના ચર્ચિત કોચ ગૌતમ ગંભીરની સંપત્તિ કેટલી? જાણો ક્યાં-ક્યાંથી કરે છે કમાણી