1983માં વર્લ્ડ કપ જીત્યા બાદ લતા મંગેશકર માટે સ્ટેડિયમમાં એક સીટ રહેતી હતી બુક, આ કારણે BCCI લાવ્યું હતું પ્રસ્તાવ
1983માં BCCI પાસે ખેલાડીઓને આપવા માટે પૈસા ન હતા
BCCIના તત્કાલિન અધ્યક્ષે મહાન સિંગર લતા મંગેશકર પાસે માંગી હતી મદદ
ભારતીય ટીમ 1983માં જ્યારે વર્લ્ડ ચેમ્પિયન બની હતી, ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પાસે ખેલાડીઓને આપવા માટે પૈસા ન હતા. BCCIના તત્કાલિન અધ્યક્ષ NKP સાલ્વે ખેલાડીઓને પુરસ્કાર આપવા માંગતા હતા. પરંતુ પૈસાની કમીને લઈને તેઓ મજબૂર હતા.
સાલ્વેએ આ સ્થિતિમાંથી નિકળવા માટે મહાન સિંગર લતા મંગેશકરની મદદ માંગી. ભારતીય ટીમના જશ્ન માટે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈનડોર સ્ટેડિયમમાં લતા મંગેશકર કોન્સર્ટ આયોજિત કરાયો હતો. જેમાં 20 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. બાદમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓને ઈનામ તરીકે એક-એક લાખ રૂપિયા અપાયા.
'ભારત વિશ્વ વિજેતા' ગીતની થઈ હતી ખુબ ચર્ચા
તે કોન્સર્ટમાં લતા મંગેશકરે કેટલાક ગીત ગાયા, પરંતુ 'ભારત વિશ્વ વિજેતા' ગીતને ખુબ પસંદ કરવામાં આવ્યું. આ ગીતનું સંગીત લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરે આપ્યું હતું, તો ત્યારે તેના શબ્દો બોલિવુડના જાણિતા ગીતકાર 'ઈંદવીર'એ લખ્યા હતા. ખાસ વાત એ છે કે, જ્યારે લતા મંગેશકરે આ ગીત ગાઈ રહી હતી, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ પાછળથી લતાજીના સુરમાં પોતાનો સુર મિલાવી રહ્યા હતા. લતા મંગેશકરે આ કોન્સર્ટ માટે BCCI પાસેથી કોઈ ફી નહોતી લીધી.
લતા મંગેશકર માટે સ્ટેડિયમમાં એક સીટ રહેતી હતી બુક
BCCI અને ખેલાડીઓએ લતા મંગેશકરના યોગદાનને હંમેશા યાદ રાખ્યું. BCCI તો પ્રસ્તાવ લાવ્યું હતું કે લતા મંગેશકર જ્યાં સુધી જીવિત રહેશે, ત્યાં સુધી ભારતના તમામ સ્ટેડિયમમાં મેચ જોવા માટે તેમના માટે એક સીટ રિઝર્વ રહેશે.
1983ની જીતના 20 વર્ષ બાદ 2003માં જ્યારે લતા મંગેશકરને પોતાની હોસ્પિટલ માટે ફંડની જરૂર હતી, તો BCCI આ જૂના ઋણને ચૂકવવા માટે આગળ આવ્યું હતું. BCCI માટે ફંડ એકઠું કરવા માટે એક ચેરિટી ક્રિકેટ મેચનું આયોજન કરાયું. ચેરિટી મેચ 2003 વર્લ્ડ કપની ઠીક બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયો હતો, જેનાથી એકત્રિત થયેલા રૂપિયા મંગેશકર હોસ્પિટલમાં અપાયા હતા. લતા મંગેશકરના પિતાની યાદમાં બનાવવામાં આવેલા દીનાનાથ મંગેશકર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પૂણેમાં આવેલું છે.