Get The App

IPL 2024ની 2 મેચની તારીખ બદલાઈ, ગુજરાત ટાઈટન્સ સહિત આ ત્રણ ટીમોને થશે અસર

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
IPL 2024ની 2 મેચની તારીખ બદલાઈ, ગુજરાત ટાઈટન્સ સહિત આ ત્રણ ટીમોને થશે અસર 1 - image


IPL 2024 Match Rescheduled : IPL 2024ની બે મેચો ફરીથી શેડ્યુલ કરવામાં આવી છે. આ બે મેચોમાં KKR vs RR અને GT vs DC વચ્ચે રમાનાર મેચની તારીખ બદલવામાં આવી છે. BCCIએ આની જાહેરાત કરી હતી. KKR અને RR હવે 16 એપ્રિલે ઈડન ગાર્ડન્સ, કોલકાતામાં ટકરાશે. અગાઉ આ મેચ 17 એપ્રિલે યોજાવાની હતી. GT અને DC વચ્ચેની મેચ 17 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જે અગાઉ 16 એપ્રિલે યોજાવાની હતી. 

સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મેચોની તારીખ બદલાઈ

રામ નવમીના કારણે બે મેચો ફરીથી શેડ્યુલ કરવામાં આવી છે. રામ નવમી ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જે 17મી એપ્રિલે ઉજવવામાં આવશે. આ ઉપરાંત 19 એપ્રિલથી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ રહી છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મેચોની તારીખ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLની 17મી સિઝનમાં કુલ 74 મેચો રમાવાની છે

જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને BCCIએ શરૂઆતમાં IPLના 17 દિવસના શેડ્યુલની જાહેરાત કરી હતી. જ્યારે લોકસભાની ચૂંટણીનો સમયપત્રક જાહેર કરવામાં આવ્યો ત્યારે બાકીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. IPLની 17મી સિઝનમાં કુલ 74 મેચો રમાવાની છે. 22 માર્ચથી શરૂ થયેલી સિઝન 26 મેના રોજ સમાપ્ત થશે. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાશે. ક્વોલિફાયર-2 પણ ચેન્નઈમાં યોજાશે. ક્વોલિફાયર-1 અને એલિમિનેટર અમદાવાદમાં યોજાશે.

IPL 2024ની 2 મેચની તારીખ બદલાઈ, ગુજરાત ટાઈટન્સ સહિત આ ત્રણ ટીમોને થશે અસર 2 - image


Google NewsGoogle News