Get The App

BCCIએ ફરી દ્રવિડને હેડ કોચની ઓફર કરી, બેકઅપ માટે વીવીએસ લક્ષ્મણના પણ સાઉથ આફ્રિકાના વિઝા તૈયાર

રાહુલ દ્રવિડે T20 World Cup 2021 પછી ભારતીય ટીમના હેડ કોચનું પદ સંભાળ્યું હતું

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
BCCIએ ફરી દ્રવિડને હેડ કોચની ઓફર કરી, બેકઅપ માટે વીવીએસ લક્ષ્મણના પણ સાઉથ આફ્રિકાના વિઝા તૈયાર 1 - image
Image:Twitter

BCCI Offered Rahul Dravid Extension To Continue As Head Coach : ગત બે વર્ષથી રાહુલ દ્રવિડ ભારતીય ટીમનો હેડ કોચ હતો પરંતુ ODI World Cup 2023ના સમાપન સાથે જ તેનું કાર્યકાળ પણ સમાપ્ત થઇ ગયું હતું. જો કે BCCIએ હવે તેને એક્સ્ટેંશન આપવાનો નિર્ણય લીધો છે અને તેને અને તેના કોચિંગ સ્ટાફને વધુ એક કાર્યકાળ આપવાનું મન બનાવી લીધું છે.

BCCI દ્રવિડ અને લક્ષ્મણના વિઝા તૈયાર કર્યા

BCCIએ રાહુલ દ્રવિડ એન્ડ કંપનીને રિટેન કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ દ્રવિડે હજુ સુધી આ ઓફર સ્વીકારી નથી. આ દરમિયાન મીડિયા અહેવાલ મુજબ BCCIએ રાહુલ દ્રવિડ જ નહીં પરંતુ વીવીએસ લક્ષ્મણને પણ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે વિઝા તૈયાર કર્યા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે જો દ્રવિડ આ ઓફર નહીં સ્વીકારે તો વીવીએસ લક્ષ્મણ ભારતીય ટીમના આગામી હેડ કોચ હશે. વીવીએસ લક્ષ્મણ હાલ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી T20 સિરીઝમાં NCAના સપોર્ટ સ્ટાફ સાથે ભારતીય ટીમ સાથે જોડાયેલા છે.

BCCIને દ્રવિડ અંગે અંતિમ નિર્ણય લેવા માટે વધુ સમયની જરૂર

BCCIએ રાહુલ દ્રવિડ અથવા વીવીએસ લક્ષ્મણનો કોચિંગ સ્ટાફ સાઉથ આફ્રિકા જશે કે નહીં તે અંગે કોઈ સંકેત આપ્યા નથી. જો કે એવા સૂચનો છે કે સાતત્ય જાળવી રાખવા અને BCCIને દ્રવિડ અંગે અંતિમ નિર્ણય લેવા માટે વધુ સમયની જરૂર છે. વર્તમાન કોચિંગ સ્ટાફ જે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી T20 સિરીઝમાં કોચિંગ આપી રહ્યા છે તે સાઉથ આફ્રિકામાં T20 સિરીઝની જવાબદારી સંભાળશે.

BCCIએ ફરી દ્રવિડને હેડ કોચની ઓફર કરી, બેકઅપ માટે વીવીએસ લક્ષ્મણના પણ સાઉથ આફ્રિકાના વિઝા તૈયાર 2 - image


Google NewsGoogle News