Get The App

પત્નીઓને આખી ટૂરમાં સાથે નહીં રાખી શકે ક્રિકેટર્સ, કંગાળ દેખાવ બાદ BCCIની ફટકાર

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
પત્નીઓને આખી ટૂરમાં સાથે નહીં રાખી શકે ક્રિકેટર્સ, કંગાળ દેખાવ બાદ BCCIની ફટકાર 1 - image


BCCI New Rule For Cricketers Families and Wives: ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ BCCI એ મોટો નિર્ણય લીધો છે. હવે ક્રિકેટરના પરિવારો પર કડક નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમ હેઠળ જો કોઈ ટૂર્નામેન્ટ 45 અથવા તેનાથી વધારે દિવસની છે તો પરિવારને ખેલાડીઓ સાથે ફક્ત 14 દિવસ જ રહેવાની મંજૂરી મળશે અને જો ટૂર તેનાથી ઓછા દિવસની છે તો ફક્ત 7 દિવસ જ મળશે.

આ પણ વાંચોઃ મિસ્ટ્રી સ્પીનર પણ ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં જોડાવા રેસમાં સામેલ, કોચ ગંભીરનો છે ફેવરિટ

સામાન પર પણ લાદ્યો નવો નિયમ

વળી, આ નિયમ હેઠળ આખીય ટૂર્નામેન્ટ દરમિયાન પત્નીઓ ખેલાડીની સાથે નહીં રહી શકે. પરિવાર ફક્ત 2 અઠવાડિયા સુધી સાથે રહી શકે છે. તમામ ખેલાડીઓએ ટીમની બસમાં મુસાફરી કરવાની રહેશે. આ સિવાય ગૌતમ ગંભીરના પર્સનલ મેનેજરને પણ VIP બોક્સ અથવા ટીમ બસમાં બેસવાની મંજૂરી નહીં મળે. તેઓએ કોઈ હોટેલમાં રહેવું પડશે. જો ખેલાડીઓનો સામાન 150 કિલોથી વધારે છે, તો BCCI ખેલાડીઓના વધારાના સામાન પર શુલ્ક નહીં ચૂકવે.

આ પણ વાંચોઃ રોહિત શર્મા પછી ગૌતમ ગંભીરનો ફેવરિટ ખેલાડી બનશે કેપ્ટન? ગિલ અને પંતનું નામ નહીં

ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર

નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાની સામે હાલમાં જ પાચ મેચોની બોર્ડર ગાવસ્કર ટેસ્ટિ સીરિઝમાં ભારતીય ટીમને 1-3 થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ભારતીય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઈ નહતી થઈ શકી. આ જ કારણે ભારતીય ટીમે પહેલીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રણ સિઝનમાં પહેલીવાર ડબ્લ્યૂટીસી ફાઇનલ માટે ક્વોલિફાઇ કરવામાં નિષ્ફળ રહ્યું હતું.



Google NewsGoogle News