Get The App

રોહિત શર્મા અને કોહલીની બેટિંગ સુધારવા BCCIનો માસ્ટર પ્લાન, ગંભીરની ટીમમાં થશે ફેરફાર

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
રોહિત શર્મા અને કોહલીની બેટિંગ સુધારવા BCCIનો માસ્ટર પ્લાન, ગંભીરની ટીમમાં થશે ફેરફાર 1 - image

BCCI : ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને BCCIએ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્મા સાથે રીવ્યૂ મીટિંગ યોજી હતી. હવે એક મીડિયા રિપોર્ટ અનુસાર,વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત ભારતીય ટીમની બેટિંગ સુધારવા માટે ગંભીરના સપોર્ટ સ્ટાફમાં એક નવા સભ્યની એન્ટ્રી થઈ શકે છે.

ગંભીરના સપોર્ટ સ્ટાફમાં ઉમેરાશે નવો સભ્ય

રિપોર્ટ અનુસાર, BCCI મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફને મજબૂત બનાવવા માટે કામ કરી રહી છે. ભારતના કોચિંગ સ્ટાફમાં એક નવો બેટિંગ કોચ ઉમેરવામાં આવી શકે છે. જો કે, હજુ સુધી નવા સભ ભૂમિકા સોંપવામાં આવશે તેની  જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તે બેટિંગ કોચ હોઈ શકે છે. જે વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત ભારતીય ટીમના બાકીના ખેલાડીઓની બેટિંગમાં સુધારો કરી શકે છે.

હાલમાં ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફમાં મોર્ને મોર્કેલ (બોલિંગ કોચ), અભિષેક નાયર (સહાયક કોચ), રાયન ટેન ડોશેટ (સહાયક કોચ) અને ટી દિલીપ (ફિલ્ડિંગ કોચ)નો સમાવેશ થાય છે. હવે તેની ટીમમાં બેટિંગ કોચ ઉમેરવાની યોજના છે. જેમાં કેટલાક નામો પર વિચારણા કરવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શિસ્ત ભૂલ્યાં! કોચ ગંભીર નારાજ, BCCI રિવ્યૂ મીટિંગની વાતો લીક

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લેવાઈ શકે છે નિર્ણય 

હવે ભારતીય ટીમે પાકિસ્તાન અને દુબઈમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે આયોજન શરૂ કરી દીધું છે. જેના કારણે ટૂંક સમયમાં BCCI કોઈ સપોર્ટ સ્ટાફને ટીમમાં સ્થાન આપી શકે છે. જેથી કરીને ખેલાડીઓ નવા સભ્ય સાથે સંકલન કરી શકે અને ફેબ્રુઆરીમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કરી શકે. ભારતે પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીથી દુબઈમાં બાંગ્લાદેશ સામે રમવાની છે.રોહિત શર્મા અને કોહલીની બેટિંગ સુધારવા BCCIનો માસ્ટર પ્લાન, ગંભીરની ટીમમાં થશે ફેરફાર 2 - image


Google NewsGoogle News