Get The App

ભારતીય ODI ટીમની નવી જર્સી થઈ લોન્ચ, જુઓ પ્રથમ ઝલક

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
Team India New ODI Jersey Unveiled
(Image- Harmanpreet Kaur)

Team India New ODI Jersey Unveiled: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)એ શુક્રવારે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ કરી છે. ભારતીય ODI ટીમની નવી જર્સીના ખભા પર ત્રિરંગો છે. BCCI સેક્રેટરી અને મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે મુંબઈમાં એક કાર્યક્રમમાં નવી જર્સીનું અનાવરણ કર્યું હતું.

મુંબઈમાં એક કાર્યક્રમમાં નવી જર્સી થઇ લોન્ચ 

BCCIએ X પર નવી જર્સીનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હરમનપ્રીત કૌર જોવા મળી હતી. જેમાં તેણે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, "મારા માટે સન્માનની વાત છે કે મારી હાજરીમાં નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. હું તેના લૂકથી ખૂબ જ ખુશ છું. હું ખાસ કરીને ખભા પર ત્રિરંગાથી ખુશ છું.'

આ પણ વાંચો: મેચ ફિક્સિંગના આરોપમાં 3 ક્રિકેટરની ધરપકડ, જેમાં એક ખેલાડીએ ભારત સામે છેલ્લી વન-ડે રમી હતી

ટીમ ઇન્ડિયા નવી જર્સી ક્યારે પહેરશે?

મહિલા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ વખત નવી જર્સી પહેરશે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ વનડે અને ત્રણ T-20 મેચોની સિરીઝ રમાશે. T-20 સિરીઝ 15 ડિસેમ્બરથી શરૂ થશે. આ સિરીઝની તમામ મેચ મુંબઈમાં રમાશે. ODI સિરીઝ 22 ડિસેમ્બરથી શરૂ થશે. જેની તમામ મેચો વડોદરામાં રમાશે.

ભારતીય ODI ટીમની નવી જર્સી થઈ લોન્ચ, જુઓ પ્રથમ ઝલક 2 - image


Google NewsGoogle News