BCCIએ ચેતન સાકરિયાની મુશ્કેલીઓ વધારી, ઓક્શન પહેલા સસ્પેક્ટ બોલિંગ એક્શનની લીસ્ટમાં કર્યો સામેલ
IPL 2022ની મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે ચેતનને 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
ચેતન સાકરિયાએ IPLમાં અત્યાર સુધી કુલ 19 મેચ રમી છે
Image:SocialMedia |
BCCI Included Chetan Sakariya In Sespect Bowling Action List : IPL 2023ના ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થશે. આ વખતે ઓક્શનમાં કુલ 333 ખેલાડીઓ ભાગ લેવાના છે જેમાંથી એક નામ ચેતન સાકરિયાનું પણ છે. ચેતનને આ વર્ષે દિલ્હી કેપિટલ્સની ટીમે રિલીઝ કરી દીધો છે. ચેતને પણ પોતાનું નામ IPL Auction 2024 માટે રજિસ્ટર કરાવ્યું છે. પરંતુ ઓક્શન પહેલા ચેતનને BCCI દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. BCCIએ ચેતનના બોલિંગ એક્શનને સસ્પેક્ટ બોલિંગ એક્શનની લીસ્ટમાં સામેલ કર્યો છે.
BCCI ચેતન સાકરિયાના બોલિંગ એક્શન પર વાંધો ઉઠાવ્યો
ચેતન સાકરિયાના બોલિંગ એક્શન પર BCCIએ વાંધો ઉઠાવ્યો છે અને તેને સંદેહજનક બતાવ્યો છે. ચેતન છેલ્લા કેટલાક સમયથી IPL રમી રહ્યો છે. તે પહેલા રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો હતો. સારું પ્રદર્શન કર્યા બાદ દિલ્હી કેપિટલ્સની ટીમે તેને IPL 2022ની મેગા ઓક્શનમાં 4.20 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જો કે આ તે દિલ્હી માટે વધારે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, તેથી દિલ્હીની ટીમે તેને આ વર્ષે ઓક્શન પહેલા રિલીઝ કરી દીધો હતો.
BCCIએ ચેતનની મુશ્કેલી વધારી
ચેતને દિલ્હીની ટીમમાંથી રિલીઝ થયા બાદ આ વર્ષે યોજાનારી ઓક્શનમાં પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. તેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે. પરંતુ હેવ BCCIએ તેના એક્શન પર વાંધો ઉઠાવીને તેના માટે ઓક્શનની રાહ મુશ્કેલ બનાવી દીધી છે. જો કે BCCIએ ચેતનને બોલિંગ અને ઓક્શનથી બેન કર્યો નથી. BCCIએ ચેતન સહિત એવા તમામ બોલર્સની માહિતી ફ્રેન્ચાઈઝીઓને આપી છે જેમનું નામ સસ્પેક્ટ બોલિંગ એક્શન લીસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ ખેલાડીઓ પર BCCIએ લગાવ્યો પ્રતિબંધ
ચેતન ઉપરાંત તનુષ કોટિયન, ચિરાગ ગાંધી, સલમાન નાઝિર, સૌરભ દુબે અને અર્પિત ગેલેરિયાના નામ પણ BCCIની આ સસ્પેક્ટ બોલિંગ એક્શનની લીસ્ટમાં સામેલ છે. આ સિવાય મનીષ પાંડે અને કે.એલ શ્રીજીથ પર BCCI દ્વારા બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.