Get The App

IND vs NZ : મોહમ્મદ શમીને કેમ નથી મળી રહ્યો મોકો? ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત, આ ખેલાડીઓની પસંદગી

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
IND vs NZ : મોહમ્મદ શમીને કેમ નથી મળી રહ્યો મોકો? ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત, આ ખેલાડીઓની પસંદગી 1 - image

Team India For New Zealand Test Series : આગામી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે, જ્યારે જસપ્રિત બુમરાહ તેના ડેપ્યુટી હશે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ માટે જે ટીમની જાહેરાત કરવામાં આવી હતી મોટાભાગે તે જ ટીમનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. જો કે, બાંગ્લાદેશ સામેની કાનપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો કોઈ વાઇસ કેપ્ટન હતો નહી. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. 

આ સીરિઝમાં ઝડપી બોલર મોહમ્મદ શમી પુનરાગમન કરશે તેવી આશા હતી. પરંતુ તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. BCCI દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં મોહમ્મદ શમીનું નામ નથી. અને બોર્ડ દ્વારા શમી અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. છેલ્લે શમી વનડે વર્લ્ડકપની ફાઇનલમાં રમ્યો હતો. ત્યાર બાદ તેને ઈજા થવાના કારણે ભારતીય ટીમમાંથી બહાર થઇ ગયો હતો. તાજેતરમાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શમીની ઈજાને લઈને સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. જેને કારણે તે આગામી ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાંથી બહાર થઈ શકે છે. જો કે, શમીએ આ અહેવાલને અફવા ગણાવી હતી.

આ સિવાય જ્યારે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ માટેની ટીમનો ભાગ રહેલો યશ દયાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ સિવાય ભારતીય ટીમ મેનેજમેન્ટે હજુ સુધી ઈશાન કિશન તરફ પણ પાછું વળીને જોયું નથી. તેના સ્થાને ધ્રુવ જુરેલને ફરી એકવાર બીજા વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન અપાયું છે. મયંક યાદવને ન્યુઝીલેન્ડ સામેની સીરિઝમાં ટ્રાવેલિંગ રીઝર્વ તરીકે સામેલ કરવામાં આવ્યો છે. મયંક યાદવ ઉપરાંત હર્ષિત રાણા, નીતીશ કુમાર રેડ્ડી અને પ્રસિધ કૃષ્ણાને પણ ટ્રાવેલિંગ રીઝર્વ તરીકે આખ્વામાં આવ્યા છે.

એક અહેવાલ અનુસાર, રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી કે બીજી રમશે નહી. આ સ્થિતિમાં લોકોનું ધ્યાન ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન પર કેન્દ્રિત થયું છે. અગાઉ બુમરાહ માર્ચ 2022માં ઘરઆંગણે શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાં વાઇસ કેપ્ટન રહી ચૂક્યો છે. આ પછી તેણે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવી હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 16 ઓક્ટોબરના રોજ યોજાશે. આ મેચ બેંગલુરુમાં રમાશે. આ પછી બીજી મેચ પુણે ખાતે 24 થી 28 ઓક્ટોબર સુધી યોજાશે. અને સીરિઝની છેલ્લી મેચ 01 થી 05 નવેમ્બર મુંબઈમાં રમાશે.

ન્યુઝીલેન્ડ સામેની સીરિઝ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુબમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર) , રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

IND vs NZ : મોહમ્મદ શમીને કેમ નથી મળી રહ્યો મોકો? ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત, આ ખેલાડીઓની પસંદગી 2 - image


Google NewsGoogle News