Get The App

દુલીપ ટ્રોફીની બીજા રાઉન્ડની તમામ ટીમની જાહેરાત, રિંકુ સિંહ સહિત અનેકનું નસીબ ચમક્યું

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
દુલીપ ટ્રોફીની બીજા રાઉન્ડની તમામ ટીમની જાહેરાત, રિંકુ સિંહ સહિત અનેકનું નસીબ ચમક્યું 1 - image

Duleep Trophy 2024, Squad For Second Round: દુલીપ ટ્રોફી 2024ના બીજા રાઉન્ડ માટે બીસીસીઆઈ(Board of Control for Cricket in India)એ તમામ ટીમોની જાહેરાત કરી છે. બીજો રાઉન્ડની શરૂઆત 12 ઓક્ટોબરથી અનંતપુરમાં શરૂ થશે. પહેલા રાઉન્ડની એક મેચ બેંગલુરુમાં અને બીજી અનંતપુરમાં રમાઈ હતી. બીજા રાઉન્ડને લઈને ઈન્ડિયા-A, ઈન્ડિયા-B અને ઈન્ડિયા-Dમાં મોટા ફેરફારો થયા છે. જ્યારે ઈન્ડિયા-Cમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફેરફારને કારણે રિંકુ સિંહને ઈન્ડિયા-Bમાં સામેલ કરવામાં આવ્યો છે.

અલગ-અલગ ટીમમાં શું ફેરફારો થયા?

ઈન્ડિયા-A ટીમમાં કરવામાં આવેલા ફેરફારો

ઈન્ડિયા-Aની ટીમમાં શુભમન ગિલ, કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ અને આકાશ દીપના રૂપમાં બદલાવ કરવામાં આવ્યો છે. ફેરફારનું કારણ આ તમામ ખેલાડીઓને બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

પસંદગીકારોએ ગિલના સ્થાને પ્રથમ સિંહ (રેલવે), કેએલ રાહુલના સ્થાને અક્ષય વાડકર (વિદર્ભ) અને ધ્રુવ જુરેલના સ્થાને એસકે રશીદ (આંધ્ર પ્રદેશ)ની સામેલ કર્યા છે. આ સિવાય કુલદીપ યાદવની જગ્યાએ સ્પિનર ​​શમ્સ મુલાનીને ટીમમાં સામેલ કરાયો છે, જ્યારે આકાશદીપની જગ્યાએ આકિબ ખાન (ઉત્તર પ્રદેશ)ને તક આપવામાં આવી છે. મયંક અગ્રવાલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઈન્ડિયા-Aની નવી ટીમ

મયંક અગ્રવાલ (કેપ્ટન), રિયાન પરાગ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, પ્રિસિદ્ધ કૃષ્ણ, ખલીલ અહમદ, અવેશ ખાન, કુમાર કુશાગ્ર, શાસ્વત રાવત, પ્રથમ સિંહ, અક્ષય વાડકર, એસકે રશીદ, શમ્સ મુલાની, આકિબ ખાન.

ઈન્ડિયા-B ટીમમાં કરવામાં આવેલા ફેરફારો

બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ માટે ઈન્ડિયા-B તરફથી ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને યશ દયાલને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પંત અને જયસ્વાલની જગ્યાએ સુયશ પ્રભુદેસાઈ અને રિંકુ સિંહને ટીમમાં સ્થાન અપાયું છે. ઉપરાંત સરફરાઝ ખાન પણ બીજા રાઉન્ડ માટે ઉપલબ્ધ રહેશે. આ સિવાય બાકી હિમાંશુ મંત્રીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઈન્ડિયા-Bની નવી ટીમ

અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), સરફરાઝ ખાન, મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઈ, રિંકુ સિંહ, હિમાંશુ મંત્રી (વિકેટકીપર)

આ પણ વાંચો: ક્યા કૅપ્ટનના નેતૃત્ત્વમાં ભારતીય ટીમ સૌથી વધુ મેચ જીતી? જાણો કોણ છે સૌથી સફળ કૅપ્ટન

ઈન્ડિયા-D ટીમમાં કરવામાં આવેલા ફેરફારો

ઈન્ડિયા-Dની ટીમમાંથી અક્ષર પટેલની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ સિવાય ઝડપી બોલર તુષાર દેશપાંડે નાની ઈજાના કારણે હાલ ટીમમાંથી બહાર છે. અક્ષરના સ્થાને નિશાંત સિંધુ અને તુષારના સ્થાને ઈન્ડિયા-A ના વિદ્વત કાવેરપ્પાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

ઈન્ડિયા-Dની નવી ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડીક્કલ, રિકી ભુઈ, સારાંશ જૈન, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, આકાશ સેનગુપ્તા, કેએસ ભરત (વિકેટકીપર), સૌરભ કુમાર, સંજુ સેમસન (વિકેટકીપર), નિશાંત સિંધુ , વિદ્વત કાવેરપ્પા.

દુલીપ ટ્રોફીની બીજા રાઉન્ડની તમામ ટીમની જાહેરાત, રિંકુ સિંહ સહિત અનેકનું નસીબ ચમક્યું 2 - image


Google NewsGoogle News