ગૌતમ ગંભીરની 16 પરીક્ષા, ફેલ થશે તો ખેલ ખતમ! BCCI દ્વારા કરાઈ મોટી જાહેરાત
BCCI Cricket Schedule 2024-2025 : ભારતીય ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળની ‘ગંભીર’ શરૂઆત થઈ છે. તેણે ભારત-શ્રીલંકા સિરિઝથી પોતાના અભિયાન શરૂઆત કરી હતી. જોકે આ દરમિયાન ભારતે ટી20 સિરિઝમાં જીત મેળવી છે, તો વન-ડે સિરિઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં ગૌતમ ગંભીર માટે આગામી મેચો ખૂબ જ મહત્વની રહેવાની છે. તાજેતરમાં જ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરિઝના તારીખોની જાહેરાત કરવામાં આવી છે. તેનો અર્થ એ છે કે, ટીમ ઈન્ડિયાનો લગભગ એક વર્ષનો શેડ્યુલ નક્કી થઈ ગયો છે અને આ દરમિયાન ભારતે કુલ 16 ટેસ્ટ મેચો રમવાની છે.
ગંભીરની બાંગ્લાદેશ ટેસ્ટ સિરિઝમાં પરીક્ષા
ભારતીય ટીમ (Team India) લાંબા સમયથી બ્રેક પર છે, જોકે ત્યારબાદ ટીમે એક પછી એક પરીક્ષાનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાની આગામી સિરિઝ બાંગ્લાદેશ (Bangladesh) સામે રમાશે. બંને દેશો વચ્ચે બે ટેસ્ટ મેચ ભારતમાં જ રમાશે. 19થી 23 સપ્ટેમ્બર ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ, જ્યારે 27 સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી કાનપુરમાં બીજી ટેસ્ટ રમાશે. ગૌતમ ગંભીર (Gautam Gambhir)ની કોચની જવાબદારી શ્રીલંકા (Sri Lanka) સામેની વન-ડે સિરિઝમાં નાલેશીભરી હારથી થઈ છે, તેથી હવે બાંગ્લાદેશ સામે સિરિઝ જીતવી જરૂરી છે, જો આમાં પણ ટીમ ઈન્ડિયા ભુલ કરશે, તો ગંભીર સામે આંગળી ચિંધાઈ શકે છે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-NC વચ્ચે ગઠબંધન, PDP પણ જોડાવાની ચર્ચા
બાંગ્લાદેશ બાદ ન્યૂઝીલેન્ડ સામે ટક્કર
ભારતીય ટીમે બાંગ્લાદેશ બાદ ન્યુઝીલેન્ડ (New Zealand) વિરુદ્ધ ટેસ્ટ સિરઇઝ રમવાની છે. બંને દેશો વચ્ચે ત્રણ મેચ રમાશે, જેમાં બેંગલુરુમાં 16-20 ઓક્ટોબરે પ્રથમ ટેસ્ટ, પુણેમાં 24-28 ઓક્ટોબરે બીજી ટેસ્ટ અને મુંબઈમાં 1-5 નવેમ્બરે આખરી ટેસ્ટ રમાશે.
ઓસ્ટ્રેલિયા સામે ગંભીરની અગ્નિપરીક્ષા
ગૌતમ ગંભીરની સૌથી મોટી અગ્નિપરીક્ષા ઓસ્ટ્રેલિયા (Australia) વિરુદ્ધ જોવા મળશે. જ્યાં બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર સિરિઝ રમાશે. આમાં એક ડે-નાઈટ મેચ પણ સામેલ છે. આ સિરિઝની 22 નવેમ્બરથી શરૂઆત થશે, જે આગામી વર્ષની શરૂઆત સુધી રમાશે. આ દરમિયાન ભારતીય ટીમ પર્થ, એડિલેડ, બ્રિસબેન, મેલબર્ન અને સિડનીના મેદાનમાં રમવા ઉતરશે.
આ પણ વાંચો : ‘મહિલા ડૉક્ટર પર ગેંગરેપ થયો નથી, માત્ર એક જ ગુનેગાર’ કોલકાતા કાંડમાં CBIનો મોટો ખુલાસો
ભારત ઈંગ્લેન્ડના પ્રવાસે પણ જશે
ભારતીય ટીમ આવતા વર્ષે ઈંગ્લેન્ડ (England)માં ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ શ્રેણી રમશે. બંને ટીમો વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે. બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 20 જૂનથી લીડ્ઝમાં રમાશે, જ્યારે છેલ્લી ટેસ્ટ 31 જુલાઈએ રમાશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા બર્મિંગહામ, લોર્ડ્સ અને માન્ચેસ્ટરમાં પણ રમશે. બીજીતરફ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલમાં પહોંચી ગઈ છે, તેથી આ મેચ પણ આ સિરીઝ પહેલા રમાશે.