ટીમ ઈન્ડિયાનું ક્રિકેટ શેડ્યુલ જાહેર, પાંચ મહિનામાં આ ત્રણ દેશ સામે રમાશે મેચ, અમદાવાદ-રાજકોટમાં પણ મચશે ધૂમ
Team India Cricket Schedule 2024-2025 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ટીમ ઈન્ડિયાના પાંચ મહિનાના ક્રિકેટ શેડ્યુલની જાહેરાત કરી છે. આ મુજબ ભારતીય ટીમ આગામી પાંચ મહિનામાં ત્રણ દેશો સામે મેચ રમશે. આ ઉપરાંત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ ક્રિકેટની ધૂમ મચશે.
ભારત આ ત્રણ દેશો સામે રમશે
બીસીસીઆઈના શેડ્યૂલ મુજબ ભારત આગામી પાંચ મહિનામાં બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે મેચ રમશે. ટીમ ઈન્ડિયા પાંચ મહિનામાં પાંચ ટેસ્ટ મેચ, આઠ T20 મેચ અને ત્રણ એકદિવસીય મેચ રમશે.
19 સપ્ટેમ્બર-2024થી 12 ફેબ્રુઆરી-2025 સુધી ‘ક્રિકેટોત્સવ’
ભારત બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર વચ્ચે બે ટેસ્ટ મેચ અને ત્રણ ટી20 રમી ધૂમ મચાવશે. પછી ન્યુઝીલેન્ડ સામે 16 ઓક્ટોબરથી પાંચ નવેમ્બર વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 22 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે પાંચ ટી20 અને ત્રણ વન-ડે મેચ રમશે.
ગુજરાતના અમદાવાદ અને રાજકોટમાં પણ રમાશે મેચ
19 સપ્ટેમ્બર-2024થી 12 ફેબ્રુઆરી-2025 સુધી ચાલનારા ‘ક્રિકેટોત્સવ’ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Ahmedabad Narendra Modi Stadium) અને રાજકોટ (Rajkot)માં પણ મેચ રમાશે. બીસીસીઆઈના શેડ્યુલ મુજબ ચેન્નાઈ, કાનપુર, બેંગલુરુ, પુણે, મુંબઈના સ્ટેડિયમમાં ટેસ્ટ મેચની મજા માણવા મળશે. જ્યારે ધર્મશાળા, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, રાજકોટ, પુણે, મુંબઈમાં ટી20 મેચોની ધૂમ મચશે. એકદિવસ મેચની વાત કરીએ તો આગામી પાંચ મહિનામાં નાગપુર, કટક, અમદાવાદમાં વન-ડે મેચ રમાશે.
બાંગ્લાદેશનો ભારત પ્રવાસ (2024)
- 19થી 24 સપ્ટેમ્બર : પહેલી ટેસ્ટ, ચેન્નાઈ
- 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર : બીજી ટેસ્ટ, કાનપુર
- 06 ઓક્ટોબર : પહેલી T20, ધર્મશાલા
- 09 ઓક્ટોબર : બીજી T20, દિલ્હી
- 12 ઓક્ટોબર : ત્રીજી T20, હૈદરાબાદ
ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ (2024)
- 16થી 20 ઓક્ટોબર : પહેલી ટેસ્ટ, બેંગલુરુ
- 24થી 28 ઓક્ટોબર : બીજી ટેસ્ટ, પુણે
- 01થી 05 નવેમ્બર : ત્રીજી ટેસ્ટ, મુંબઈ
ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ શેડ્યૂલ (2025)
- 22 જાન્યુઆરી - પ્રથમ T20, ચેન્નાઈ
- 25 જાન્યુઆરી - બીજી T20, કોલકાતા
- 28 જાન્યુઆરી - ત્રીજી T20, રાજકોટ
- 31 જાન્યુઆરી - ચોથી T20, પુણે
- 02 ફેબ્રુઆરી - પાંચમી T20, મુંબઈ
- 06 ફેબ્રુઆરી - પ્રથમ વન-ડે, નાગપુર
- 09 ફેબ્રુઆરી - બીજી વન-ડે, કટક
- 12 ફેબ્રુઆરી - ત્રીજી વન-ડે, અમદાવાદ