Get The App

કેન્સર સામે લડી રહેલા પૂર્વ ક્રિકેટરની મદદ માટે આગળ આવ્યું BCCI, એક કરોડ રૂપિયાની મદદની જાહેરાત

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
Anshuman Gaekwad


Anshuman Gaekwad Cancer : વર્ષ 1974 થી 1987 દરમિયાન ભારત માટે 55 જેટલી ઈન્ટરનેશનલ મેચ રમનાર ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન અંશુમન ગાયકવાડને કેન્સર થયું છે. ત્યારે  BCCI દ્વારા ગાયકવાડના ઈલાજ માટે 1 કરોડ રૂપિયા આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેવામાં કપિલ દેવે પણ બોર્ડને ગાયકવાડની મદદ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, સાથી મિત્રો પૂર્વ ભારતીય ક્રિકેટરો દ્વારા ગાયકવાડને આર્થિક મદદ કરવા પૈસા એકઠા કરવામાં આવ્યાં.

ભારત માટે રમવાની સાથે-સાથે કોચ તરીકે પણ ભૂમિકા નિભાવી છે

ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન અંશુમન ગાયકવાડ બ્લડ કેન્સર સામે લડત આપી રહ્યાં છે. આ દરમિયાન તેઓ લંડનથી પરત ફરીને વડોદરા ખાતે સારવાર ચાલી રહી છે. ગાયકવાડે ભારત માટે રમવાની સાથે-સાથે કોચ તરીકેની પણ ભૂમિકા નિભાવી છે. તેમણે 1997 થી 1999 અને ફરી 2000 માં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રહ્યાં હતા.

સારવાર માટે BCCI એ આપ્યાં 1 કરોડ રૂપિયા

BCCI ના એપેક્સ કાઉન્સિલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, અંશુમન ગાયકવાડને આર્થિક સપોર્ટ કરવામાં માટે 1 કરોડ રૂપિયા આપવાનો આદેશ કરાયો છે. 

કપિલ દેવે BCCI ને અપીલ કરી

અંશુમન ગાયકવાડે કપિલ દેવથી માંડીને સુનીલ ગાવસ્કર જેવા મહાન ખિલાડીઓ સાથે ક્રિકેટ રમ્યાં છે. ગાવકવાડને કેન્સર થયું હોવાની કપિલ દેવને જાણ થતાં તેમણે BCCI ને મદદ કરવા જણાવ્યું હતું. વર્લ્ડ કપ વિજેત કેપ્ટને કહ્યું હતું કે, 'મને આશા છે કે બોર્ડ તેમનો ખ્યાલ રાખશે. અમે કોઈને મજબૂર નથી કરી રહ્યાં, અંશુની મદદ કોઈએ પણ દિલથી કરવી જોઈએ. તેમણે ફાસ્ટ બોલર સામે ઘણી બધી ઈજાઓ સહન કરી છે, હવે સમય છે એમના માટે ઉભા થવાનો.'

પૂર્વ સાથી મિત્રોએ  કર્યો આર્થિક સહયોગ

સ્પોર્ટસ્ટારની રિપોર્ટ પ્રમાણે, સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, દિલીપ વેન્ગસરકર, મોહિન્દર અમનાથ, સંદિપ પાટિલ, મદન લાલ અને કીર્તિ આઝાદ સહિતના કેટલાંક પૂર્વ ભારતીય ક્રિકેટરો ગાયકવાડની સારવાર માટે મિત્ર સર્કલ અને કોર્પોરેટ્સમાં સંપર્ક કરીને પૈસા એકઠા કરી રહ્યાં છે. ગાયકવાડે 1974 માં ભારત માટે ડેબ્યુ કર્યુ હતું. આ સાથે ગાયકવાડે 40 ટેસ્ટ મેચ અને 15 વનડે મેચ રમ્યાં છે. તેમણે 1979 વર્લ્ડ કપની મેચમાં પણ ટીમ ઈન્ડિયા માટે રમ્યાં હતા.

કેન્સર સામે લડી રહેલા પૂર્વ ક્રિકેટરની મદદ માટે આગળ આવ્યું BCCI, એક કરોડ રૂપિયાની મદદની જાહેરાત 2 - image


Google NewsGoogle News