ગંભીર-કોહલીના ઝઘડા પર સહેવાગનું મોટું નિવેદન, ફેન્સ પણ ચોંકી ગયા
જે પણ કાઈ થયુ તે સારુ નથી થયું. જે ટીમ હારી ગઈ તેમને જતા રહેવુ જોઈએ: વિરેન્દ્ર સહેવાગ
Image Twitter |
નવી દિલ્હી,તા. 3 એપ્રિલ 2023, બુધવાર
આઈપીએલ 2023ના એક મુકાબલો રોયલ ચેલેંજર બેંગલોરના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી, લખનઉ સુજર જાયન્ટના ખેલાડી નવીન ઉલ હક અને મેંટોર ગૌતમ ગંભીરની વચ્ચેનો વિવાદ આજે બહુ ચર્ચામા છે. આ મામલે ધાકડના પુર્વ ક્રિકેટર નારાજ છે. અને પહેલા જ ઈશારામાં મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે બેનની વાત કરી છે તો આ બાજુ અનિલ કુંભલેએ પણ આ શરમજનક ઘટના કહી તો હવે વિરેન્દ્ર સહેવાગે પણ તીખા સુરોમાં કહ્યુ કે તમે આઇકન છો અને આવા વ્યવહાર કેવી રીતે કરી શકો છો.
જે પણ કાઈ થયુ તે સારુ નથી થયું. જે ટીમ હારી ગઈ તેમને જતા રહેવુ જોઈએ: વિરેન્દ્ર સહેવાગ
વિરેન્દ્ર સહેવાગે ક્રિકબજ સાથે વાતચીતમાં કહ્યુ કે, હું તો મેચ જોયા પછી ટીવી બંધ કરીને સુઈ ગયો હતો. મે એ નથી જોયું કે શુ થયુ હતું? પરંતુ સવારે ઉઠ્યો ત્યારે ખબર પડી કે સોશિયલ મીડિયા પર મોટી હલચલ ચાલી રહી છે. આ જે પણ કાઈ થયુ તે સારુ નથી થયું. જે ટીમ હારી ગઈ તેમને જતા રહેવુ જોઈએ અને જે ટીમ જીતી છે તેમણે જશ્ન મનાવી જતા રહેવુ જોઈએ. તમે આટલા મોટા ખેલાડી છો. આ દેશના આઈકોન છો. અને જો તમે આઇકોન જ આ રીતે કરશો તો તેની શુ અસર પડશે તેની ગંભીરતા છે.
કન્ટ્રોલ કરવા માટે BCCI નિર્ણય કરે
તેમણે બેનની વાત કરતા કહ્યુ કે જો બીસીસીઆઈ ઇચ્છે તો કોઈ પણ ખેલાડીને બેન કરી શકે છે. અને જો આવુ થાય તો આગળ ભવિષ્યમાં આવા ઝઘડા નહી થાય. કારણ કે આ માત્ર આ વખતે જ નહી દર વર્ષ એક વાર આવુ થાય છે. જેમા પ્લેયર હોય, સપોર્ટ સ્ટાફ હોય અથવા કોઈ પણ હોય કોઈને આવુ ના કરવુ જોઈએ. મેચને ઘણા બધા બાળકો પણ જોતા હોય છે અને આ ખરાબ અસર પાડે છે. મારા બાળકો છે અને તે બેન સ્ટોક્સ વિશે જાણે છે. આ ખોટુ છે.