સચિનની 10 બાદ ધોનીની 7 નંબરની જર્સી પણ થઈ રિટાર્યડ, BCCIનો કેપ્ટન કૂલના સન્માનમાં નિર્ણય
ધોનીના ભારતીય ક્રિકેટ ટીમ માટે મહાન કાર્યને ધ્યાનમાં રાખી બોર્ડે આ નિર્ણય કર્યો
ભારતીય ટીમે માત્ર ધોનીની કેપ્ટનશીપ હેઠળ જ ત્રણ ICC ટ્રોફી જીતી
BCCI has decided to retire the No. 7 jersey : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પૂર્વ ભારતીય સફળ કેપ્ટન ધોનીના સ્નમાનમાં તેની 7 નંબરની જર્સીને રિટાર્યડ કરવાનો નિર્ણય કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર સચિનની જર્સીને રિટાર્યડ કરી હતી.
જર્સી નંબર 10 બાદ 7 પણ રિટાર્યડ કરવામાં આવી
BCCIએ ભારતીના પૂર્વ સફળ કેપ્ટન MS ધોનીને વધુ એક સન્માન આપતા મોટો નિર્ણય કર્યો છે જેમાં બોર્ડ હેવે તેની 7 નંબરની જર્સીને રિટાર્યડ કરી દીધી છે. હવે બીજા કોઈ પ્લેયર 7 નંબરની જર્સીમાં જોવા મળશે નહીં. ધોનીના ભારતીય ક્રિકેટ ટીમ માટે મહાન કાર્યને ધ્યાનમાં રાખી બોર્ડે આ નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે માત્ર ધોનીની કેપ્ટનશીપ હેઠળ જ ત્રણ ICC ટ્રોફી જીતી છે જેમાં 2007 T20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે અનેક સીરિઝ પણ જીતી હતી.
BCCIએ તમામ ખેલાડીઓને કરી જાણ
ભારતીય ક્રિકેટમાં રિટાર્યડ થનારી આ બીજી જર્સી છે, કારણ કે અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની 10 નંબરની જર્સીને પણ રિટાર્યડ કરવાનો નિર્ણય લીધો હતો. BCCIએ તમામ ખેલાડીઓને જાણ કરી છે કે હવે 7 અને 10 નંબરની જર્સી હવે ઉપલબ્ધ રહેશે નહીં. આ ઉપરાંત અધિકારીએ કહ્યું હતું કે નિયમિત ભારતીય ખેલાડીઓ માટે લગભગ 60 નંબર નક્કી કરવામાં આવ્યા છે. જો કોઈ ખેલાડી એક વર્ષ માટે ટીમની બહાર રહે છે તો પણ તેનો નંબર અન્ય કોઈ ખેલાડીને આપવામાં આવતો નથી. ડેબ્યૂ ખેલાડીઓ પાસે પસંદગી માટે 30 નંબરો છે.