PHOTOS : BCCI એવોર્ડ શોમાં ભારતીય ક્રિકેટરોની ધૂમ, ગિલથી લઈને રોહિત સુધી તમામ ખેલાડીઓ સ્ટાઈલિશ લુકમાં જોવા મળ્યા
આ એવોર્ડ સમારોહમાં વિરાટ કોહલી અંગત કારણોસર હાજર રહ્યો ન હતો
Image:Twitter |
BCCI Awards 2024 : BCCIએ એક સમારોહમાં 2019-20 સિઝન માટે ટોચના પુરૂષ અને મહિલા ખેલાડીઓનું સન્માન કર્યું હતું. પૂર્વ ભારતીય વિકેટકીપર ફારુક એન્જિનિયર અને પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ સમારોહમાં ગિલથી લઈને રોહિત શર્માને પણ એવોર્ડ મળ્યા હતા. જણાવી દઈએ કે BCCI દ્વારા આયોજિત સમારોહમાં ભારતીય ક્રિકેટર્સ ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા, સોશિયલ મીડિયા પર આ ક્રિકેટરનો ચાર્મ જોવા મળી રહ્યો છે. પોતાના ફેવરિટ ક્રિકેટરોને સ્ટાઇલિશ અંદાજમાં જોઈને ફેન્સ ખુશ થઇ ગયા છે.
BCCI એવોર્ડ સમારોહમાં ભારતીય ક્રિકેટર્સનો સ્ટાઈલિશ લુક
રોહિત શર્મા, શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમીથી લઈને કોચ રાહુલ દ્રવિડ સુધી ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજો આ એવોર્ડ સમારોહમાં ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા. ક્રિકેટરોએ એવોર્ડ નાઈટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેના પર ફેન્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. જણાવી દઈએ કે વિરાટ કોહલી અંગત કારણોસર એવોર્ડ નાઈટમાં હાજર રહી શક્યો ન હતો.
BCCI એવોર્ડ વિજેતાઓની યાદી
કર્નલ સી.કે. નાયડુ 'લાઇફટાઇમ અચીવમેન્ટ' એવોર્ડ
રવિ શાસ્ત્રી, ફારૂક એન્જિનિયર (2019-20)
પુરુષ ક્રિકેટર ઓફ ધ યર માટે પોલી ઉમરીગર એવોર્ડ
શુભમન ગિલ (2022-23), જસપ્રીત બુમરાહ (2021-22), રવિચંદ્રન અશ્વિન (2020-21), મોહમ્મદ શમી (2019-20)
શ્રેષ્ઠ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર
દીપ્તિ શર્મા (2019-20, 2022-23), સ્મૃતિ મંધાના (2020-21, 2021-22).
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ (પુરુષ)
મયંક અગ્રવાલ (2019-20), અક્ષર પટેલ (2020-21), શ્રેયસ અય્યર (2021-22), યશસ્વી જયસ્વાલ (2022-23)
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ (મહિલા)
પ્રિયા પુનિયા (2019-20), શેફાલી વર્મા (2020-21), એસ મેઘના (2021-22), અમનજોત કૌર (2022-23)
સૌથી વધુ રન રન માટે દિલીપ સરદેસાઈ એવોર્ડ (2022-23)
યશસ્વી જયસ્વાલ
સૌથી વધુ વિકેટ માટે દિલીપ સરદેસાઈ એવોર્ડ (2022-23)
આર અશ્વિન
ODIમાં સૌથી વધુ રન (મહિલા)
પુનમ રાઉત (2019-20), મિતાલી રાજ (2020-21), હરમનપ્રીત કૌર (2021-22), જેમિમાહ રોડ્રિગ્સ (2022-23)
ODIમાં સૌથી વધુ વિકેટ (મહિલા)
પૂનમ યાદવ (2019-20), ઝુલન ગોસ્વામી (2020-21), રાજેશ્વરી ગાયકવાડ (2021-22), દેવિકા વૈદ્ય (2022-23)
ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ઠ અમ્પાયર
કેએન અનંતપદ્મનાભન (2019-20), વૃંદા રાઠી (2020-21), જે મદનગોપાલ (2021-22), રોહન પંડિત (2022-23).
સ્થાનિક ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન
મુંબઈ (2019-20)
લાલા અમરનાથ એવોર્ડ
સ્થાનિક મર્યાદિત ઓવરોની સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર
બાબા અપરાજિત (2019-20), ઋષિ ધવન (2020-21, 2021-22), રિયાન પરાગ (2022-23)
લાલા અમરનાથ એવોર્ડ
રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર
મણિશંકર મુરા સિંહ (2019-20), શમ્સ મુલાની (2021-22), સરંશ જૈન (2022-23)
માધવરાવ સિંધિયા ટ્રોફી
રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર
રાહુલ દલાલ (2019-20), સરફરાઝ ખાન (2021-22), મયંક અગ્રવાલ (2022-23)
માધવરાવ સિંધિયા ટ્રોફી
રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
જયદેવ ઉનડકટ (2019-20), શમ્સ મુલાની (2021-22), જલજ સક્સેના (2022-23)
એમએ ચિદમ્બરમ ટ્રોફી
અંડર-19 કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર
હર્ષ દુબે (2019-20), એઆર નિષાદ (2021-22), માનવ ચોથાની (2022-23)
એમએ ચિદમ્બરમ ટ્રોફી
અંડર-19 કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર
પી. કનપિલ્લેવાર (2019-20), મયંક શાંડિલ્ય (2021-22), દાનિશ માલેવાર (2022-23)
એમએ ચિદમ્બરમ ટ્રોફી
કર્નલ સીકે નાયડુ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર અંડર-23 બોલર
અંકુશ ત્યાગી (2019-20), હર્ષ દુબે (2021-22), વિશાલ જયસ્વાલ (2022-23)
એમએ ચિદમ્બરમ ટ્રોફી
કર્નલ સીકે નાયડુ ટ્રોફીમાં અંડર-23માં સૌથી વધુ રન બનાવનાર
પાર્થ પાલાવત (2019-20), વાઈવી રાઠોડ (2021-22), ક્ષિતિજ પટેલ (2022-23)