Get The App

BCCIએ પૂછ્યું World Cupમાં કેમ હાર્યા? દ્રવિડ અને રોહિતનો ચોંકાવનારો જવાબ

ઓસ્ટ્રેલિયાએ ભારતને ફાઈનલ મેચમાં 6 વિકેટથી હરાવ્યું હતું

ભારતીય ટીમે સેમિફાઈનલ સહિત સતત 10 મેચ જીતી હતી

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
BCCIએ પૂછ્યું World Cupમાં કેમ હાર્યા? દ્રવિડ અને રોહિતનો ચોંકાવનારો જવાબ 1 - image
Image:IANS

Rahul Dravid Blamed Ahmedabad Pitch For India Loss : ભારતીય ટીમને ODI World Cup 2023 ટ્રોફી માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. ભારતીય ટીમે સેમિફાઈનલ સહિત સતત 10 મેચ જીતીને આ દાવા પર લગભગ મુહર પણ લગાવી દીધી હતી. પરંતુ ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ રાહુલ દ્રવિડ પર કેટલાંક સવાલ પણ ઉભા થયા હતા. જયારે રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને ફાઈનલમાં મળેલી હારનું કારણ પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ ચોંકાવનારો હતો.

ભારતની હાર માટે અમદાવાદની પિચ જવાબદાર - રાહુલ દ્રવિડ

ભારતીય ટીમની ODI World Cup 2023ની ફાઈનલમાં હારને લગભગ 11 દિવસ થઇ ચુક્યા છે. હવે BCCIના અધિકારીઓએ ટુર્નામેન્ટમાં ભારતના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રોહિત શર્મા વીડિયો કોલ દ્વારા જોડાયો હતો. બેઠકમાં BCCI સચિવ જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા સહિત કેટલાંક અધિકારીઓ સામેલ થયા હતા. બોર્ડના અધિકારોએ ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડથી ODI World Cup 2023ની ફાઈનલમાં ભારતીય ટીમને મળેલી હાર અંગે પ્રશ્નો પૂછ્યા હતા. દ્રવિડે ભારતીય ટીમની હાર માટે અમદાવાદની પિચને જવાબદાર ઠેરવ્યું હતું.

ફાઈનલ મેચમાં જૂની પિચનો ઉપયોગ કરવામાં આવ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ માટે જૂની પિચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મેચ એ પિચ પર રમાઈ હતી જેના પર અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી હતી. પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમને મિડલની ઓવરોમાં રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. જયારે ઓસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં બેટિંગમાં મદદ મળી અને ઓસ્ટ્રેલિયન ટીમે 241 રનના ટાર્ગેટને 7 ઓવર પહેલા જ હાંસલ કરી લીધો હતો.   

BCCIએ પૂછ્યું World Cupમાં કેમ હાર્યા? દ્રવિડ અને રોહિતનો ચોંકાવનારો જવાબ 2 - image


Google NewsGoogle News