ઈશાન કિશન અને શ્રેયસ અય્યરના ભવિષ્ય પર સંકટ, BCCIના વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી બંનેની બાદબાકી
BCCI Annual Contract List : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જેમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ઝટકો લાગ્યો છે. તેમને બહારનો રસ્તો બતાવી દેવાયો છે. એવું કહેવાય છે કે, સતત ચેતવણી આપવા છતાં આ બંને ખેલાડીએ રણજી ટ્રોફીની અવગણના કરી હતી.
બીસીસીઆઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સની યાદી (ઓક્ટોબર 2023 થી સપ્ટેમ્બર 2024 સુધી)
ગ્રેડ A+
રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા
ગ્રેડ A
આર. અશ્વીન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કે.એલ. રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા
ગ્રેડ B
સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જાયસવાલ
ગ્રેડ C
રિંકૂ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જિતેશ શર્મા, વોશિંગટન સુંદર, મુકેશ કુમાર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, કે.એસ. ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને રજત પાટીદાર.
આકાશ દીપ, વિજયકુમાર વિશાક, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદ્વત કાવેરપ્પાને ફાસ્ટ બોલિંગ કોન્ટ્રાક્ટમાં સામેલ કરાયા છે.
આ ખેલાડીઓની થઈ ગઈ કોન્ટ્રાક્ટથી બાદબાકી
આ અગાઉના કોન્ટ્રાક્ટમાં શ્રેયસને B અને ઈશાનને C કેટેગરીમાં રખાયા હતા. ત્યારે શ્રેયસને વાર્ષિક રૂ. ત્રણ અને ઈશાનને રૂ. એક કરોડ રૂપિયા મળ્યા હતા, જેમને નુકસાન થયું હતું. આ બંને સિવાય એ ગ્રેડમાં ઋષભ પંત અને અક્ષર પટેલને નુકસાન થયું છે.
આ બંનેને બી કેટેગરરીમાં રખાયા છે. જ્યારે બી કેટેગરીથી ચેતેશ્વર પુજારાને બહાર કરાયા. સી કેટેગરીથી ઉમેશ યાદવ, શિખર ધવન, દીપક હુડ્ડા અને યુજવેન્દ્ર ચહલની બાદબાકી થઈ છે. સાથે જ રિંકૂ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જિતેશ શર્મા, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને રજત પાટીદારને સી કેટેગરીમાં જગ્યા મળી છે.
ચાર કેટેગરીમાં આ રીતે મળે છે રૂપિયા
જણાવી દઈએ કે, BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ચાર કેટેગરી હોય છે. એ પ્લસ (A+) કેટેગરીમાં વર્ષે રૂ. સાત કરોડ, Aમાં રૂ. 5 કરોડ, Bમાં રૂ. ત્રણ કરોડ અને સૌથી નીચે C કેટેગરીમાં રૂ. એક કરોડ મળે છે. આ તમામ કેટેગરીમાં ખેલાડીઓને સામેલ કરવાના કેટલાક નિયમો પણ છે. A+માં એવા ખેલાડીઓને રાખવામાં આવે છે, જે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી20)માં રમે છે.