WPL 2025નું સત્તાવાર શિડ્યૂલ જાહેર, 14 ફેબ્રુઆરીએ પહેલી મેચ, જાણો ક્યાં-ક્યાં રમાશે
WPL Schedule : BCCI એ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના ત્રીજા સિઝનના તારીખનું સત્તાવાર એલાન કર્યું છે. WPLનું ત્રીજું સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. આગામી સિઝનનું ઓફિશિયલ શિડ્યૂલ સામે આવ્યા બાદ સામે આવ્યું છે કે આ વખતે ડબલ્યુપીએલની તમામ મેચો દેશના ચાર શહેરોમાં રમાશે, જેમાં ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઇના સીસીઆઇ સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મહિલા ટીમ ગુજરાત જાયન્ટ્સની ટીમ સાથે ટકરાશે.
દેશના ચાર શહેરોમાં રમાશે મેચો
આગામી સિઝનની તમામ મેચો દેશના ચાર શહેરોમાં જ રમાશે, જેમાં 14 ફેબ્રુઆરીથી લઇને 19 ફેબ્રુઆરી સુધી વડોદરામાં કુલ છ મેચો રમાશે. જે પછી 20 ફેબ્રુઆરીએ કોઇ મેચ નહીં રમાશે. 21 ફેબ્રુઆરીથી લઇને પહેલી માર્ચ સુધી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કુલ આઠ મેચો રમાશે. જે પછી બીજી માર્ચે કોઇ મેચ નહીં રમાશે. ત્રીજી માર્ચથી લઇને આઠ માર્ચ સુધી લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ચાર મેચો રમાશે.
એલિમિનેટર અને ફાઇનલ મુંબઇમાં રમાશે
મુંબઇના ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઇ સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની બે મહત્ત્વની મેચો એલિમિનેટર અને ફાઇનલ રમાશે, જેમાં એલિમિનેટર મેચ 13 માર્ચે અને 15 માર્ચે ફાઇનલ રમાશે. લખનઉમાં પહેલી વખત વિમેન્સ પ્રીમિયર લીગની મેચો રમાશે, જેમાં યુપી વોરિયર્સની ટીમ પહેલી વખત તેમના હોમ ગ્રાઉન્ડ પર મુકાબલો કરવા ઉતરશે અને તેમને ત્યાં ત્રણ મેચો રમવાની તક મળશે.