Get The App

World Cup : ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ શરૂ થાય તે પહેલા જ સર્જાયો વિવાદ, પીચને લઈને BCCI પર લાગ્યો આરોપ

BCCI એ તમામ આરોપોને ફગાવ્યા

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
World Cup : ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ શરૂ થાય તે પહેલા જ સર્જાયો વિવાદ, પીચને લઈને BCCI પર લાગ્યો આરોપ 1 - image



India New Zealand Semi final Pitch Changed : ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે થોડી જ વારમાં વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ શરૂ થવાની છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. એવામાં પીચને લઇ એક વિવાદ સર્જાયો છે. બીસીસીઆઈ પર આરોપ લાગ્યો છે કે તેણે ભારતીય ટીમને મદદ મળે તે માટે પીચ બદલાવી નાખી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મેચ સાત નંબરની પિચ પર રમાવાની હતી જે હવે નંબર છ પર રમાશે. આ ટૂર્નામેન્ટની બે મેચ છ નંબરની પિચ પર રમાઈ છે, તેથી એ સ્પિનરો માટે મદદરૂપ થઈ શકે છે.

BCCI એ તમામ આરોપોને ફગાવ્યા 

જો કે BCCI દ્વારા આ પ્રકારના આરોપને નકારી કાઢવામાં આવ્યા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, વર્લ્ડ કપની દરેક મેચની પીચ ICC સલાહકારની હાજરીમાં નક્કી કરવામાં આવે છે. તેમની સૂચનાના આધારે પીચ નક્કી કરવામાં આવે છે. 

સેમિફાઈનલમાં જીત માટે ભારત ફેવરિટ 

કેપ્ટન રોહિત અને ગીલ તેમજ કોહલીની સાથે ઐયર, રાહુલ અને સૂર્યકુમારે શાનદાર ફોર્ મદેખાડતાં ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડ સહિતની તમામ નવ ટીમને મહાત કરી શ્રેષ્ઠતા પૂરવાર કરી છે. ભારતીય બોલરોએ અને તેમાંય બુમરાહ, શમી અને સિરાજની ફાસ્ટ બોલિંગ ત્રિપુટીએ આગવો ખૌફ ઉભો કર્યો છે. જાડેજા અને કુલદીપની સ્પિન બોલિંગ જોડીએ પણ કમાલ દેખાડીછે, ત્યારે ન્યુઝીલેન્ડ સામે સેમિફાઈનલ જીત માટે ભારત ફેવરિટ મનાય છે.

ભારત માટે ફાઇનલમાં પહોંચવાની તક

ભારત અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ નિર્ણાયક મેચ રમી છે જેમાં અત્યાર સુધીમાં ભારતને કોઈ વખત જીત મળી નથી. છેલ્લે 2019 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે 2023 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ લીગ મેચમાં ન્યૂઝીલેન્ડ પર વર્ચસ્વ જમાવતી જોવા મળી હતી. ભારતે ટૂર્નામેન્ટની તમામ લીગ મેચો જીતી છે.


Google NewsGoogle News