ટી 20 સીરિઝમાં અમેરિકા સામે બાંગ્લાદેશની શરમજનક હાર, કેપ્ટન મોનાંક પટેલની ધુંઆધાર બેટિંગ
Image: Facebook
USA vs BAN: બાંગ્લાદેશને તો પાકિસ્તાન પણ હરાવી દે છે. આ નિવેદન હતુ આઈસીસી રેન્કિંગમાં નંબર એક ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનું. શાકિબે આ વાત ત્યારે કહી જ્યારે અમેરિકા વિરુદ્ધ બાંગ્લાદેશને પહેલા ટી20માં હાર મળી હતી. શાકિબને લાગ્યું કે અમેરિકાને આ જીત તેની રમતથી નહીં કિસ્મતથી મળી છે પરંતુ જ્યારે બીજી ટી20 મેચમાં પણ ટીમને 6 રનથી હાર મળી તો શાકિબનો ઘમંડ ચકનાચૂર થઈ ગયો. અમેરિકાની ધરતી પર થનાર ટી20 વર્લ્ડ કપ પહેલા સમગ્ર બાંગ્લાદેશી ટીમ શરમજનક થઈ ગઈ.
ત્રણ ટી20 મેચની સિરીઝની બીજી મેચમાં અમેરિકાએ બાંગ્લાદેશને પછાડીને હવે 2-0થી સિરીઝ પર અજેય પ્રાપ્ત કર્યું છે. બાંગ્લાદેશ સામે આ મેચમાં અમેરિકાએ પહેલા બેટિંગ કરતા 6 વિકેટ પર 144 રનનો સ્કોર ઊભો કર્યો હતો. તેના જવાબમાં બાંગ્લાદેશી ટીમે 19.3 ઓવરમાં 138 રન બનાવ્યા. આ રીતે અમેરિકાએ સતત બે ટી20 મેચમાં જીત નોંધાવીને બાંગ્લાદેશને શરમજનક સ્થિતિમાં મૂક્યુ.
7 બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા
અમેરિકા માટે 144 રનનો બચાવ કરવા ઉતરેલા સૌરવ નેત્રવલકર અને અલી ખાને જોરદાર બોલિંગનું પ્રદર્શન કર્યું. સૌરભે ત્રણ ઓવરમાં માત્ર 15 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી. આ સિવાય અલી ખાનના ખાતામાં ત્રણ વિકેટ આવી. અલી ખાને 3.3 ઓવરમાં 25 રન ખર્ચ કર્યા. આ બંનેની સાથે શેડલી વેન શલ્કવિકે બે વિકેટ, જગદીપ સિંહ અને કોરી એન્ડરસને એક-એક વિકેટ મેળવી. બાંગ્લાદેશની ઈનિંગમાં કુલ 7 બેટ્સમેન એવા રહ્યા જે ડબલ ફિગર સુધી પણ ન પહોંચી શક્યા.
સિરીઝ પહેલા શાકિબ અલ હસન ઘમંડમાં હતો
અમેરિકા સામે 3 મેચની ટી20 સિરીઝ પહેલા બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર ખુશ નહોતા. તેમનું માનવું હતું કે અમેરિકા અને આયર્લેન્ડ જેવી ટીમ સામે ટી20 સિરીઝથી વર્લ્ડ કપની તૈયારી થઈ શકશે નહીં પરંતુ બાંગ્લાદેશની ટીમ મેદાન પર ઉતરી તો અમેરિકા જેવી ટીમ સામે તેનો ઘમંડ ઉતરી ગયો.
અમેરિકા માટે મેચમાં કેપ્ટન મોનાંકે કરી કમાલ
બાંગ્લાદેશ સામે બીજી ટી20 મેચમાં કેપ્ટન મોનાંક પટેલે કમાલની બેટિંગ કરી. મોનાંકે 38 બોલમાં 42 રનની દમદાર ઈનિંગ રમી જેમાં તેમણે ચાર ચોગ્ગા અને એક સિક્સર પણ મારી. આ સિવાય એરોન જોન્સે 35 અને સ્ટીવ ટેલરે પણ 31 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ. આ બંને સિવાય કોરી એન્ડરસને પણ 11 રનની ઈનિંગ રમી.