World Cup 2023 : આજે બાંગ્લાદેશ અપસેટ સર્જાવાનો પ્રયાસ કરશે, કિવીની નજર જીતની હેટ્રિક પર, ચેન્નઈમાં થશે ટક્કર

ન્યુઝીલેન્ડ માટે રેગ્યુલર કેપ્ટન વિલિયમસન વાપસી કરી શકે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે બાંગ્લાદેશ અપસેટ સર્જાવાનો પ્રયાસ કરશે, કિવીની નજર જીતની હેટ્રિક પર, ચેન્નઈમાં થશે ટક્કર 1 - image


World cup 2023 New Zealand vs Bangladesh : આજે 13મી મેચ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ન્યુઝીલેન્ડની ટીમ બંને મેચ જીત્યા બાદ આજે જીતની હેટ્રિક લગાવવા જ્યારે બાંગ્લાદેશની ટીમ મોટો અપસેટ સર્જવા મેદાનમાં ઉતરશે. મેચ બપોરે 2 વાગ્યે શરુ થશે. 

આજે વિલિયમસન અને ટિમ સાઉથીની વાપસી થશે

ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 40 વખત સામ-સામે ટક્કર થઈ છે જેમાં કિવિઝને 30 જીત મળી છે જ્યારે બાંગ્લાદેશની ટીમને 10મી જીત મળી છે આ સિવાય એક મેચ અનિર્ણિત રહી છે. વર્લ્ડ કપની વાત કરીએ તો બંને ટીમો પાંચ વખત સામ-સામે ટક્કર થઈ છે. આ પાંચેય મેચ કિવી ટીમે જીતી છે. આજની મેચમાં વિલિયમસનની વાપસી થવાની સંભાવના છે. વિલિયમસને આ પહેલાની બંને મેચ ઈજાના કારણે ગુમાવી હતી. વિલિયમસનની ગેરહાજરીમાં ટોમ લાથમે બંને મેચમાં ટીમની કમાન સંભાળી હતી. આ ઉપરાંત ફાસ્ટ બોલર ટિમ સાઉથી પણ વાપસી કરી રહ્યો હોવાથી ન્યુઝીલેન્ડની ટીમ વધુ મજબુત બનશે.

આ ટુર્નામેન્ટમાં બંને ટીમોની ત્રીજી મેચ

આ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ પોતાની ત્રીજી મેચ રમશે. આ પહેલા ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને અને બીજી મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું જ્યારે બાંગ્લાદેશે પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું, પરંતુ બીજી મેચમાં ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશ શાકિબ, મુશફિકુર રહીમ, લિટન દાસ અને નઝમુલ હસન શાંતો પાસેથી સારા પ્રદર્શનની આશા રાખશે. ઝડપી બોલિંગમાં ન્યુઝીલેન્ડનો હાથ ઉપર છે, જેની પાસે ટ્રેન્ટ બોલ્ટ, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન જેવા બોલરો છે. 

બંને ટીમોની સંભવિત ઈલેવન

બાંગ્લાદેશ

તંજીદ હસન/મહમુદુલ્લાહ, લિટન દાસ, નઝમુલ હસન શાંતો, શાકિબ અલ હસન (C), મેહદી હસન મિરાજ, મુશફિકુર રહીમ (wk), તૌહિદ હ્રિદોય, મહેદી હસન, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, મુસ્તફિઝુર રહેમાન.

ન્યુઝીલેન્ડ:

કેન વિલિયમસન (C), ટોમ લાથમ (wk), ડેવોન કોનવે, વિલ યંગ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી/લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ, મેટ હેનરી.


Google NewsGoogle News