Get The App

World Cup 2023 : શ્રીલંકા સામે બાંગ્લાદેશની આજે દિલ્હીમાં ટક્કર, સેમિફાઈનલની રેસમાં રહેવા માટે જીત જરૂરી

શ્રીલંકાની ટીમ 7માંથી 2 મેચ જીતી પોઈન્ટ્સ ટેબલ પર 7માં સ્થાને છે

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : શ્રીલંકા સામે બાંગ્લાદેશની આજે દિલ્હીમાં ટક્કર, સેમિફાઈનલની રેસમાં રહેવા માટે જીત જરૂરી 1 - image
Image:IANS

World Cup 2023 SL vs BAN : શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે આજે ODI World Cup 2023ની 38મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યે રમાનાર છે. બાંગ્લાદેશ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઇ ચુક્યું છે પરંતુ શ્રીલંકાની સેમિફાઈનલમાં પહોંચવાની આશા હજુ જીવંત છે. આ ઉમ્મીદને જીવિત રાખવા માટે આજે શ્રીલંકાની ટીમ બાંગ્લાદેશ સાથે ટકરાશે. શ્રીલંકાને સેમિફાઈનલમાં પહોંચવા માટે આ મેચ મોટા અંતરથી જીતવી પડશે અને પછી તેને આગામી મેચમાં ન્યુઝીલેન્ડ સામે પણ મોટા અંતરથી મેચ જીતવી પડશે. આ સાથે તેણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બાકીની મેચોના પરિણામ પણ તેના પક્ષમાં આવે તે માટે પ્રાર્થના કરવી પડશે.

હાઈસ્કોરીંગ મેચ જોવા મળી શકે આજે

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાનાર છે. આ મેદાન પર હાઈસ્કોરીંગ મેચ જોવા મળી છે. સાઉથ આફ્રિકાની ટીમે ODI World Cup 2023માં 400થી વધુ રન આ જ મેદાન પર બનાવ્યા હતા. આ મેદાન પર ફાસ્ટ બોલર્સને થોડી મદદ મળી શકે છે. સ્પિનર્સ માટે દિલ્હીની પિચ અનુકુળ નથી. બીજી ઇનિંગમાં ઝાકળ પડવાની સંભાવના રહેશે. આવી સ્થિતિમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.

બંને ટીમોમાં ફેરફારની શક્યતા ખુબ ઓછી

બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 53 વનડે મેચ રમાઈ છે, જેમાં શ્રીલંકાની ટીમનું પલડું ભારે રહ્યું છે. શ્રીલંકાની ટીમે બાંગ્લાદેશને 42 મેચમાં હરાવ્યું છે, જયારે બાંગ્લાદેશની ટીમે માત્ર 9 મેચ જીતી છે. આ ઉપરાંત 2 મેચનું પરિણામ આવી શક્યું ન હતું. બાંગ્લાદેશ અને શ્રીલંકા સતત મળેલી હાર છતાં પણ પોતાની પ્લેઇંગ ઈલેવનમાં વધુ ફેરફાર નહીં કરે કારણ કે બંને ટીમોના બેંચ પર બેઠેલા ખેલાડીઓ પણ ODI World Cup 2023માં કંઈ ખાસ કરી શક્યા નથી. 

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન

શ્રીલંકા

કુસલ મેંડિસ (C/wkt), પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, સદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, એન્જેલો મેથ્યુસ, દુશાન હેમંથા, મહિષ તિક્ષના, કસુન રાજીથા, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા

બાંગ્લાદેશ

શાકિબ અલ હસન (C), લિટન દાસ, તન્ઝીદ હસન, નઝમુલ હુસૈન શાંતો, મુશ્ફિકુર રહીમ (wkt), મહમુદુલ્લાહ, તૌહીદ હૃદોય, મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શૌરીફુલ ઈસ્લામ

World Cup 2023 : શ્રીલંકા સામે બાંગ્લાદેશની આજે દિલ્હીમાં ટક્કર, સેમિફાઈનલની રેસમાં રહેવા માટે જીત જરૂરી 2 - image


Google NewsGoogle News